પાસા હેઠળ અટકાયત:નડિયાદ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીઓના રીઢા ગુનેગારને પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલાયો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્ક્વોડની ટીમે આરોપીની અટકાયત કરી
  • છેલ્લા છ માસમાં કુલ છ ઘરફોડ ચોરીના ગુનામાં રીઢા ગુનેગારની અટકાયત કરાઈ

નડિયાદ ટાઉન પોલીસ મથકે છેલ્લા છ માસમાં કુલ છ ઘરફોડ ચોરીના ગુનામાં રીઢા ગુનેગારની અટકાયત કરાઈ છે. પાસા હેઠળ અટકાયત કરી આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યો છે.

નડિયાદ ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇના માર્ગદર્શન મુજબ મિલ્કત સંબંધી ગુનાના વધુ કેસોમાં સંડોવાયેલા આરોપી વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા સુચના મળી હતી. જેના આધારે નડિયાદ ટાઉન પીઆઇ એચ.બી.ચૌહાણે ટાઉન પોલીસ સ્ટેશેનમાં નિલેષ ઉર્ફે નીલીયો રંગીતભાઇ તળપદા વિરૂદ્ધ છેલ્લા છ માસમાં કુલ છ ગુનાઓ નોંધાયા હોવાથી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

જેના બાદ દરખાસ્ત જિલ્લા મેજીસ્ટ્રેટ ખેડા-નડિયાદ તરફ મોકલી આપવામાં આવી હતી. જે પાસા દરખાસ્ત મંજૂર થતાં પાસા વોરંટ ઇશ્યુ કરતાં નિલેષ ઉર્ફે નીલીયો રંગીતભાઇ તળપદાની પાસા વોરંટ હેઠળ આજે બુધવારના રોજ નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્ક્વોડની ટીમે અટકાયત કરી હતી. તેમજ જિલ્લા જેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...