તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:નડિયાદમાં પૂર્વ કોર્પોરેટરની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નડિયાદના પાંચ વર્ષ પહેલા બનેલા પૂર્વ કાઉન્સિલર હત્યા કેસમાં ગુરૂવારે નડિયાદ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 10 હજારના દંડનો હુકમ કર્યો છે. નડિયાદ શહેરના ઉર્દુ સ્કુલ નજીક રહેતા મહંમદઇમરાન અબ્દુલરહીમ વોરા તેમના ભાઇ મહંમદ સાજીદ સાથે 8 મી મે 2015 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં આમીર પાર્ક સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ઘરે જઇ રહ્યા હતા. તેઓ મરીડા દરવાજાથી થોડા અંદર જતાં અશોક ઉર્ફે અસ્કો ઉર્ફે ભૂરિયો, વિજય કોઠી (ચેનલવાળો) તથા વિજય કાણીયાએ તેમને રોક્યા હતા.

અશોક ઉર્ફે ભૂરિયાએ એક્ટિવાના આગળના પંખાએ લાત માર્યા બાદ, સાજીદ સામે બંદુક તાકીને આજે તારૂ કાસળ કાઢી નાખું તેમ કહીને ગોળી મારતાં, ગોળી સાજીદને ડાબી પાંસળીના ભાગે વાગી થઇ હતી. સાજીદ ત્યાંજ ફસડાઇ પડતાં તેનો ભાઇ તેને શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલ બાદ આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયો હતો, ફરજ પરના તબીબે સાજીદને મૃત ઘોષિત કર્યો હતો. આ મામલે નડિયાદ શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી, આરોપીની અટક કરી હતી.

આ મામલો ગુરૂવારે નડિયાદની કોર્ટમાં ચાલી જતાં આરોપી મયુર મકવાણાને હત્યાના ગુનામાં તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા અને આર્મ્સ એક્ટની કલમ 25 (ક) મુજબ 7 વર્ષની સાદી કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કુદની સજાનો હુકમ કર્યો હતો.

રીકન્સ્ટ્રકશનમાં મયુરનું નામ ખુલ્યું હતું
ફાયરીંગ કેસમાં તત્કાલિન પીઆઇ જી.એસ. શ્યાને સ્થળ તપાસ કરી રીકન્સ્ટ્રકશન કર્યું હતું. તપાસ દરમિયાન એફઆઈઆરમાં લખાવેલા તહોમતદારોના નામના બદલે આ ફાયરીંગ મયુર ઉર્ફે જાડીયો હસમુખ મકવાણાએ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જે આધારે કેસ આગળ ચાલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો