દુષ્કર્મ:મહુધા પંથકમાં આધેડે એક યુવતી પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ, આરોપીની ધરપકડ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ ધમકી આપ્યાની ફરિયાદ

મહુધા પંથકમાં એક ગામે રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ધર આગળ કચરો વાળતી યુવતીને આધેડે ઘરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું છે. ઉપરાંત ધમકી આપતા વાત મહુધા પોલીસ મથકે પહોંચી છે. આ અંગે મહુધા પોલીસ ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

મહુધા તાલુકાના અલીણા ગામના ઇન્દિરાનગરીમાં રહેતા 46 વર્ષીય નાજીમમીંયા કાળુમીંયા મલેક પોતાના ઘર નજીક કચરો વાળતી એક 21 વર્ષીય યુવતીને બળજબરી પૂર્વક ઘરમાં લઇ જઇ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વાત આટલેથી અટકી નહી ને આરોપીએ દુષ્કર્મ ગુજારી ભોગ બનનારને કહ્યું કે આ બાબતે કોઇને કહીશ તો તેણીના ભાઈ બહેન અને માતાપિતાને જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. ગભરાયેલી યુવતીએ પોતાની મમ્મીને આ બાબતે જાણ કરતા તેણીની માતાએ મહુધા પોલિસ સ્ટેશને હવસખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

મહુધા પોલીસે આઈપીસી 376 મુજબ ગુનો નોંધ્યો છે. મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...