ફરિયાદ:વડોદરા જેલનો દુષ્કૃત્યનો આરોપી ફરાર

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માતરમાં અપહરણ અને દુષ્કૃત્યના આરોપમાં સંડોવાયેલ આરોપી સંજય બાબુભાઇ તળપદા વડોદરા જિલ્લા જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. જેની કોરોના વાયરસને કારણે 60 દિવસની રજા મંજુર કરવામાં આવી હતી. બાદમાં પેરોલ રજામાં 11 જૂન સુધીનો વધારો કર્યો હતો. 4 જુલાઇ સુધીના અંતિમ વધારા બાદ કેદીને 5 જુલાઇના રોજ જેલમાં હાજર થવાનું હતું, જોકે તે હાજર ન થઇ ફરાર થઇ ગયો હતો. માતર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...