અકસ્માત:ડાકોરના ગોમતી તળાવમાં અકસ્માતે બાળક ડુબવા લાગતા દોડધામ મચી, લોકોએ બાળકને બચાવી લીધો

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

ડાકોરમાં આજે ગોમતી તળાવ નજીક રમી રહેલો એક બાળક આકસ્મિક રીતે તળાવમાં પડી જતા ભારે દોડધામ મચી હતી. જોકે, આ બાળકને તરત બચાવી લેવામાં આવ્યો હતો. જે બાદ 108ને બોલાવી બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મૂળ દાહોદના અને હાલમાં ડાકોર ખાતે રહી યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ચાલતી સફાઈ કામગીરીમાં ફરજ બજાવતા હિંમત સાહડેનો દોઢ વર્ષનો બાળક પ્રિયાંશ હિંમતભાઈ સાહડે આજે ડાકોર ગોમતી તળાવ નજીક રમતો હતો. આ દરમિયાન બાળકનો પગ લપસી જતા ગોમતીના પાણીમાં ડુબ્યો હતો. આની જાણ આજુબાજુના લોકોને થતાં દોડધામ મચી હતી.

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા બાળકને બહાર કાઢ્યો હતો. જે બાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રિયાંશની પ્રાથમિક સારવાર ડાકોરની ખાનગી હોસ્પિટલમાં કરાઈ હતી. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ બાળકની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને લઇ તેના માતા-પિતાના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ બનાવ બાબતે ડાકોર પોલીસમાં હજું સુધી કોઈ નોધ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...