તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કઠલાલ તાલુકાના કાણિયેલ નજીક ઇન્દોર-અમદાવાદ હાઇ વે પર ગાડીની ઠોકરે ગાંધીનગરના બાઇકસવાર દંપતીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે કઠલાલ દવાખાને ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્ત પરિણીતાએ ગાડીચાલક મહિલા સામે કઠલાલ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.ગાદીનગર એવા ગાંધીનગરના સેક્ટર 26, કિશનનગરમાં રહેતાં વિજયકુમાર રાયજીભાઇ ડામોર (રહે.મૂળ મોટીલપાણીયા, જિ.મહીસાગર) હેલ્થ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ખાતે નોકરી કરે છે. તેઓ ગત 26મીના પત્ની સોનલબેન ડામોર સાથે બાઇક ઉપર બેસીને ફાગવેલ દર્શન કરી પરત ગાંધીનગર જતાં હતા. ત્યારે કઠલાલના ઇન્દોર-અમદાવાદ હાઇવે દાસજીનામુવાડા નજીક કાણિયેલ રોડ પરથી પસાર થતાં હતા.
ત્યારે માતેલાસાંઢની જેમ પાછળથી ધસી આવેલી ગાડીની મહિલાચાલક કૈલાશગીરી (રહે.પાવાગઢ)એ ધડાકા સાથે અથડાવતાં બાઇકસવાર પતિ-પત્ની વિજયકુમાર અને સોનલબેન ફુટબોલની જેમ ફંગોળાઇ ગયા હતા. જે અકસ્માતમાં દંપતીને માથાના ભાગે અને અન્ય શારીરિક ઇજા થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇમરજન્સી સેવા 108 મારફતે ઇજાગ્રસ્ત દંપતીને કઠલાલ દવાખાને ખસેડ્યા હતા. આ અંગે ઇજાગ્રસ્ત સોનલબેન વિજયકુમાર ડામોર (ઉવ.27)એ ગાડીચાલક મહિલા કૈલાશગીરી (રહે.પાવાગઢ) વિરૂધ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કઠલાલ પંથકમાંથી પસાર થતો ઈન્દોર - અમદાવાદ હાઈવે ઉપર કેટલીક જગ્યાઅે અકસ્માતો વધી જતાં અકસ્માતઝોન જાહેર માંગ કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.