દુર્ઘટના:નડિયાદમાં એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદના પારસ સર્કલ પાસે રોંગ સાઈડે આવતી આઈસરે એક્ટિવાને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જે મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં ભાવિતાબેન જીલ્કાએ જણાવ્યું છે કે, ગતરોજ તેમના પતિ બિઝનેસના કામથી ચોટીલા ગયા હતા. રાત્રે આશરે બારેક કલાકે તેમના પતિનો ફોન આવતાં તે નડિયાદ સલુણ એક્સપ્રેસ રોડ પર તેમને લેવા માટે એક્ટિવા લઈને નીકળ્યાં હતા. આ દરમિયાન કીડની સર્કલથી પારસ સર્કલ તરફ થઈ મહાગુજરાત જવાના રોડ પર સામેથી રોંગ સાઈડે આવતી આઈસરે તેમને જોરથી ટક્કર મારતાં અકસ્માત થયો હતો.

જેમાં તેમનું એક્ટિવા આઈસરના બમ્ફરના ભાગમાં ફસાઈ ગયું હતું. તે વખતે સ્થળ હાજર લોકોએ ભેગા થઈને તેમને બહાર કાઢ્યાં હતા અને 108 થકી સારવાર હેઠળ ખસેડ્યાં હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસે આઈસર નં જીજે 17 યુયુ 4039ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...