તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લસુન્દ્રા નજીક બે વાહન વચ્ચે અકસ્માત, 4ને ઇજા, બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો

નડિયાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઇકો કારને ટક્કર વાગતા ગટરમાં ઉતરી

કઠલાલ તાલુકાના લસુન્દ્રા નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી બોલેરો ગાડીના ચાલકે ઇકોને ટક્કર મારતાં, ઇકો રોડની સાઇડની ગટરમાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ મામલે કઠલાલ પોલીસે અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત રેલ્વે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કઠલાલના લસુન્દ્રામાં રહેતા જતીનભાઇ ભીખાભાઇ વસાવા પોતાના પરિવાર અને મિત્ર સાથે નનાદરા પોતાના ખેતરે જઇ રહ્યા હતા.

તેઓ ઇન્દોર અમદાવાદ હાઇવે પર બાજપઇ નગરી પાસે રોડની સાઇડમાં ઉભા હતા, તે સમયે ફાગવેલ તરફથી બેદરકારીથી ચલાવી આવી પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરો ગાડીના ચાલકે ઇકોને ટક્કર મારતાં ગાડી રોડની સાઇડની ગટરમાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં ચંદનબેન, સંજયભાઇ, નન્નુબેન, જીયાબેનને ઇજા થઇ હતી. આ મામલે જતીનભાઇની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માત સર્જનાર બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો