તમિલનાડુની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો:નડિયાદમાં ABVPએ ધર્માંતરણની ઘટનાને વખોડી તમિલનાડુની સરકારનું પુતળા દહન કર્યુ, વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા

નડિયાદ6 મહિનો પહેલા
  • રાષ્ટ્રીય મહામંત્રીની ધરપકડ મામલે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો
  • ABVP સંગઠને કોલેજ રોડ પર આવેલી આટર્સ કોલેજ નજીક સૂત્રોચ્ચાર કર્યા

નડિયાદમાં અખિલ વિદ્યાર્થી‌ પરીષદ (ABVP) દ્વારા આજે મંગળવારે તમિલનાડુની ધર્માંતરણની ઘટનાના વિરોધમાં કોલેજ રોડ પર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તમિલનાડુની અંદર ધર્માંતરણના મામલામાં એક પીડીતાએ અંતે આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટનાની નિંદા કરી આ માટે લડત ચલાવતા રાષ્ટ્રીય મહામંત્રીની ધરપકડ મામલે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને તમિલનાડુ સરકારનું પુતળા દહન કરાયું હતું.

આજે મંગળવારે નડિયાદ ABVP સંગઠને કોલેજ રોડ પર આવેલ આટર્સ કોલેજ નજીક સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. તાજેતરમાં તમિલનાડુમાં એક યુવતી પર ધર્મ પરિવર્તનની બાબતે દબાણ કરવામાં આવ્યું હતું અને યુવતીએ તેનો વિરોધ કરી અંતે આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બાબતે ત્યાંની સરકાર તથા રાજ્યપાલને આ બાબતની જાણ અને તેના ન્યાય અંગે માંગ કરાઈ હતી.

પરંતુ તેમને ન્યાય આપવામાં આવ્યો નહોતો અને જે વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બાબતે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો તેના કાર્યકર્તા અને રાષ્ટ્રીય મહામંત્રી નિધિ ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઇને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ABVP દ્વારા તમિલનાડુ સરકારનું પુતળા દહન પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...