તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:વાઘોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ફરાર બે આરોપીઓ રખીયાલ ગામેથી પકડાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બન્ને આરોપીઓ - Divya Bhaskar
બન્ને આરોપીઓ
  • છેલ્લા એક મહિનાથી બન્ને આરોપીઓ ફરાર હતા

વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં લાખો રૂપિયાના દારૂ પ્રકરણમાં સામેલ બે વ્યક્તિઓને ડાકોર પોલીસે રખીયાલ ગામેથી અટક કરી છે. છેલ્લા 1 માસથી આ બન્ને આરોપીઓ ફરાર હતા. જેને પકડી પાડી વાઘોડિયા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

ડાકોર પોલીસે ચોક્કસ બાતમીના આધારે રખીયાલ ગામેથી બે વ્યક્તિઓને દબોચી લીધા હતા. જેમાં નામઠામ પુછતા રાજુ ગુલાબભાઈ ભીલાલા (રહે. માડાઘર, તા. વાઘોડિયા) અને જીતેશ ઉર્ફે જીગો દિનેશ વસાવા (રહે.રાજનગર, તા. વાઘોડિયા) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને લોકો દારૂના ગુનામાં સંડોવાયેલા અને વોન્ટેડ હોવાનું બહાર આવતાં પોલીસે આ દિશામાં પુછપરછ કરતાં એક માસ અગાઉ વાઘોડિયા પંથકમાંથી લાખો રૂપિયાના દારૂના પ્રકરણમાં આ બન્ને આરોપીઓ ફરાર હોવાનું ખુલ્યું હતું. જે બાબતનો ગુનો પણ વાઘોડિયા પોલીસ સ્ટેશને રજીસ્ટર થયો હતો. પોલીસે રાજુ અને જીતેશની આ ગુનામાં ધરપકડ કરી બન્નેને વાઘોડિયા પોલીસને સોંપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...