તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિઝલ્ટ શીટ બાબતે અવઢવ:ખેડાના 345 વિદ્યાર્થીઓને એ1 ગ્રેડ છાત્રો સ્કૂલમાં પરિણામ જોઈ શકશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 28,342 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા પ્રવેશનો પ્રશ્ન વિકટ
  • શાળાઓમાં વિદ્યાર્થીઓના ધસારાની ભીતી

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે ધો.10નું પરિણામ જાહેર કર્યું છે. આજે રાત્રે 8 વાગ્યે બોર્ડ દ્વારા પરિણામ ઓનલાઇન મુકવામાં આવ્યું. ખેડા જિલ્લામાં ધો.10 ના 28, 342 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા. જેમાં થી એ.1 ગ્રેડ માં 245 એ.2 ગ્રેડમાં 1060, બી.1 ગ્રેડમાં 2219, બી.2 ગ્રેડમાં 4199, સી.1 ગ્રેડમાં 6363, સી.2 ગ્રેડમાં 6821 અને ડી ગ્રેડમાં 7335 વિધાર્થીઓ આવ્યા છે. આ પરિણામ માત્ર શાળા અને શિક્ષણ વિભાગ જ જોઇ શકે તે પ્રકારે રાખવામાં આવ્યું છે.

જોકે પરિણામ ની કોપી શાળા દ્વારા ડાઉનલોડ કરી વિધાર્થીને આપવાની છેકે પછી બોર્ડ આપશે તે બાબતને લઇ અસમંજસ ઉભો થયો છે. કેટલીક શાળાઓ દ્વારા રાત્રે જ ઓનલાઇન પરિણામ જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ હંમેશની જેમ બોર્ડની વેબસાઇટ ક્રેશ થઇ જતી હોઇ શાળા સંચાલકો દ્વારા સવારે કામગીરી હાથ ધરવાનું નક્કી કર્યું હતું. પરિણામ બાબતે કેટલીક શાળાના સંચાલકો સાથે વાત કરી જાણવા મળ્યું હતું કે પરિણામની પ્રિન્ટ કરી વિધાર્થીઓને આપવાની છે કે કેમ તે બાબતે હજુ બોર્ડ તરફથી કોઇ સ્પષ્ટ ગાઇડલાઇન મળી નથી. આવતી કાલે અથવા એકાદ બે દિવસમાં બોર્ડ દ્વારા કોઈ ગાઇડલાઇન મળે તે મુજબ શાળા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...