તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:નડિયાદમાં યુવાનીના ઉંબરે આવેલા યુવાનનો આપઘાત, એક્ટિવા પાર્ક કરી બ્રીજ પરથી મોતની છલાંગ લગાવી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદના નવ યુવકના આત્મઘાતી પગલાથી પરિવાર પર આભ તૂટી પડયું. - Divya Bhaskar
નડિયાદના નવ યુવકના આત્મઘાતી પગલાથી પરિવાર પર આભ તૂટી પડયું.
  • નડિયાદના યુવકે ભુમેલ રેલવે બ્રીજ પરથી પડતું મુકતા ચકચાર
  • ચકલાસી પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

રાજ્યમાં આપઘાતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જીંદગીના ઉતાર-ચઢાવમાં કેટલાક લોકો હિંમત હારી જઈ તણાવમાં આવી આપઘાતનો રસ્તો અપનાવી લેતાં હોય છે. નડિયાદમાં હજી માંડ યુવાનીના ઉંબરે આવેલા યુવાને કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરતાં પુરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ યુવકે ઘરેથી એક્ટિવા લઈ ભુમેલ પાસેના રેલવે બ્રીજ પર પાર્ક કરી આ બ્રીજ પરથી નીચે તરફ પડતું મુકી આપઘાત કર્યો છે. આ અંગે ચકલાસી પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ શહેરના લખાવાડ વિસ્તારમાં આવેલી બુટ શેરીમાં રહેતા પ્રણવ પિયુષભાઈ ભાટીયા (ઉ.વ. 18)એ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. પ્રણવ પોતે પોતાના મોટાભાઈ સ્મિત (ઉ.વ. 21) સાથે સામરખા મુકામે હેરકટીંગની દુકાન ચલવે છે. જ્યારે પિયુષભાઈ અમૂલમાં નોકરી કરે છે. દરરોજ પ્રણવ અને તેના મોટાભાઇ બન્ને એકજ વાહન પર સામરખા મુકામે આવે છે. પરંતુ સોમવારે સવારે પ્રણવ એકલો ઘરેથી સામરખા મુકામે આવવા નીકળી ગયો હતો. તે પોતાનું એક્ટિવા (GJ-07-CM-6034) લઈને ભુમેલના રેલવે બ્રીજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેણે પોતાનું એક્ટીવા બ્રીજની સાઈડમાં પાર્ક કરી બ્રીજ પરથી નીચે રેલવે લાઇનની ખાલી જગ્યા પર છલાંગ લગાવી આપઘાત કરી દીધો હતો. પ્રણવ નીચે પટકાતા માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.

બ્રીજ પર પાર્ક કરેલ એકટીવા
બ્રીજ પર પાર્ક કરેલ એકટીવા

ઘટના બાદ આસપાસના લોકો દોડી આવી આ ઘટનાની જાણ ચકલાસી પોલીસને કરી હતી. તેથી પોલીસ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. જેમાં મૃતકની ઓળખ થઈ હતી. ચકલાસી પોલીસે આ અંગે અપમૃત્યુની નોંધ કરી મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો છે. જ્યારે પોલીસે તેના વાલી વારસોના નિવેદનો લેવાની કામગીરી આરંભી છે. યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે કારણ અકબંધ રહેવા પામ્યું છે. તો હાલ સુધી આ અંગે કોઈ સ્યુસાઇડ નોટ હાથે લાગી નહોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે.

યુવાન ઘરેથી જ આપઘાતનો વિચાર કરીને નીકળ્યો

આ અંગે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના મોટાભાઈએ પોલીસને જણાવ્યું છે કે, દરરોજ હું અને પ્રણવ બન્ને સાથે જ જઈએ અને તે પણ ઉત્તરસંડા તરફના રસ્તા પર થઈને સામરખા પહોંચીએ છીએ, પરંતુ આજે પ્રણવે પીજ ચોકડી થઈને ભુમેલ તરફનો રસ્તો પસંદ કરતાં અમને પણ નવાઈ લાગે છે. આમ ઘરેથી આપઘાત કરવા મનોબળ મક્કમ કરી પ્રણવ નીકળ્યો હોવાની પ્રબળ શંકા પોલીસે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...