તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:નડિયાદના યુવકે ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ કરી સેર કરતા ફરિયાદ

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા એલસીબી પોલીસે ટાઉન પોલીસ મથકે આ યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
  • સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો હતો સેર

કેન્દ્ર સરકાર દ્રારા સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગેઇસ્ટ વુમન એન્ડ ચિલ્ડ્રન(CCPWC) પોર્ટલ શરુ કરવામા આવ્યું છે. જેમાં આ અંતર્ગત National Centre For Missing and Exploited ChlIdren (NCMEC)નામની સંસ્થા દ્વારા સોશિયલ મીડિયાના ઈસ્ટ્રાગ્રામ અને ફેસબુક એપ્લીકેશનથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી મોકલનારા તથા અપલોડ કરનારની ફાઇલ ઇન્ફર્મેશન તથા આઇ.પી એડ્રેસની માહિતીમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વીડિયો અપલોડ અને સેર (પ્રચાર-પ્રસાર) કરેલાની વિગત ટીપલાઇન સ્વરૂપમાં ભારત સરકારને આપવામાં આવે છે, આવી મળેલી વિગતોમાં નડિયાદના એક યુવકે આવા વીડિયો સેર કર્યા હોવાનું ઘટસ્ફોટ થયો છે.

ઈસ્ટાગ્રામમાં તેના મિત્રને વીડિયો સેર કર્યો હતો
ગત 5 જુન 2020ના રોજ નડિયાદ શહેરના દેસાઈ વગા, જુના માખણપુરા પાસે રહેતો 27 વર્ષિય આશિષ દિનેશ સરગરાએ પોતાના મોબાઈલમાંથી એક નાના બાળક સાથે એક સ્ત્રી બિભત્સ ડાન્સ કરતી હતી તે વીડિયો તેના ઉપરોકત જુના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી ઉપરથી તેના મિત્રના ઇન્સ્ટાગ્રામ આઇ.ડીમાં સેન્ડ કર્યો હતો, જે બાદ વીડિયો ડીલેટ કરી નાખ્યો હતો.

મોબાઇલનુ ફોરેન્સિક એનાલીસીસ કરવામાં આવ્યું
આ પોનોગ્રાફી વીડિયો બાબતે પોલીસે પુછપરછ કરતાં તેણે આ વીડિયો બાબતે સકારાત્મક હકીકત જણાવી ન હતી. પરતું ઇન્સ્ટાગ્રામ દ્વારા મળેલી હકીકતમાં તેણે આ કારસ્તાન આચર્યું હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હતું. ઉપરાંત આવા બાળજાતિય શોષણના બીજા વીડિયો હોવાની શકયતા હોવાથી આ ટીપલાઇન બાબતે વધુ તપાસ કરવા આશીષના મોબાઇલનુ ફોરેન્સિક એનાલીસીસ કરવામાં આવ્યું હતું.

ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ
ટીપ લાઇન મુજબના કન્ટેન્ટ છે કે કેમ? તે બાબતે સરકારે ફાળવેલા યુફેર્ડ નામના સોફ્ટવેરમાં કે જે ડીલીટેડ થયેલા વીડિયો રીકવર કરી આપવા ઉપરોકત ફોનનો કબ્જો મેળવી અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા આ મોબાઇલની ટેકનીકલ રીતે ચકાસણી કરાઈ હતી. જેમાં આશીષ સરગરા પોતાના મોબાઈલ ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીના (બાળકનો જાતિય બિભત્સ શોષણવાળો) વીડિયો રાખ્યો હોવાનો ખુલાસો થયો હતો. જે વીડિયોને ઓનલાઇન સોશિયલ મીડીયાના whatsapp એપ્લીકેશનમાંથી આપ-લે કરી, ડાઉનલોડ કરી, પોતાના મોબાઇલ ફોનમાં સંગ્રહ કરી રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ખેડા એલ. સી. બી પોલીસે નડિયાદ ટાઉન પોલીસ મથકે ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67-બી(b) મુજબ આશિષ દિનેશ સરગરા સામે ફરીયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...