તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સિહુંજ CNG રીક્ષામાંથી ફંગોળાતા એક મહિલાનું મોત, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

મહેમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહેમદાવાદમાં સિંહુજના બસસ્ટેન્ડ પાસે મહિલા આકસ્મિક રીતે CNG રીક્ષામાંથી ફંગોળાઈ જતાં અકસ્માત થયો હતો.જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર હેઠળ ખસેડાઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં 3 દિવસની સારવાર બાદ દરમિયાન તેનું મોત થયું છે. 21 ઓગસ્ટના રોજ મહુધાના ભૂમસ ડેરીવાળા ફળિયામાં રહેતા કારીબેન પરમાર તેમના દીકરાની તબિયત ખરાબ હોવાથી તેને સિંહુજ દવાખાને લઈને ગયા હતા.

ત્યાંથી પરત આવતી વખતે સિંહુજ બસસ્ટેન્ડ પાસે કારીબેન આકસ્મિક રીતે ફંગોળાઈ નીચે પટકાઈ ગયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર પહોંચતા તેઓને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં આજે બપોરે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...