રાજય સરકારની સૂચના અનુસાર 18મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધી સમગ્ર રાજયમાં તાલુકા કક્ષાના હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ મેળાના અનુસંધાને ખેડા જિલ્લા સ્પોર્ટસ કોમ્પ્લેકસ, નડિયાદ ખાતે એક વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોમ્પ્લકેસના સિનિયર કોચ ર્ડો. મનુસુખ તાવેથીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના આયુષ અને હેલ્થ મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાતમાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રમત સંકુલ ખાતે હેલ્થ મેળા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુદી જુદી 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાઇઓ અને બહેનો પણ જોડાયેલા હતા. આ પ્રસંગે રમત પ્રેમીઓ, રમત ગમત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓઅને હેલ્થ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આવતિકાલે નડિયાદ ઇપ્કોવાલા હોલમાં હેલ્થ મેળાનું આયોજનનડિયાદ ખાતે આવતીકાલે આ યોજનાર હેલ્થ મેળોનો શુભારંભ કેન્દ્રિય સંચાર મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના વરદ હસ્તે થનાર છે. આ હેલ્થ મેળા દરમ્યાન નાગરિકોને આરોગ્યને લગતી વિવિધ સારવારોનો લાભ, જાણકારી અને આરોગ્યને લગતા પ્રશ્નોની સલાહ, આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે તપાસ, વિના મૂલ્યે દવાઓ, એબીએચએ(હેલ્થ આઇડી), આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી-કન્સલ્ટેશન, ડાયાબિટીસ, હાઇ બી.પી., મોઢાંનું કેન્સર, મોતીયાબિંદની તપાસ, યોગ અને ધ્યાન જેવી વિવિધ સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.