દારૂની હેરાફેરી:ડેમોલ થલેડી રોડ પર 10 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાંથી દારૂનો જથ્થો ટ્રેક્ટરમાં ઠલવાઈ રહ્યો હતો ત્યારે પોલીસ ત્રાટકી 2ને ઝડપી લીધા, 16.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ તાલુકાના ડેમોલ થી થલેડી ગામ તરફ જવાના રસ્તે આવેલા નાળીયામાં વિદેશી દારૂનું કટિંગ થતો હોવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમે બાતમીના આધારે પાડેલ દરોડામાં વિદેશી દારૂનો રૂ.10 લાખ ના જથ્થા ઉપરાંત, ટ્રક, ટ્રેક્ટર, સહીત કુલ રૂ.16.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.

નડિયાદ ગ્રામ્ય પોલીસ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન ડેમોલ થી થલેડી તરફ જવાના રસ્તે નાળીયામાં વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી દરોડા પાડતા ટ્રક નં.જીજે.8.ઝેડ.9426 માંથી અનિલભાઇ ઉર્ફે કાંબલી પૂનમભાઈ પરમાર, રહે. આખડોલ દુધ મંડળી ની બાજુમાં તા.નડિયાદ મળી આવ્યો હતો. જેની સાથે ટ્રેક્ટર નંબર જે.07.ડીસી. 9418 માંથી વિનુભાઈ શિવાભાઇ પરમાર રહે. થલેડી, મહાદેવ વાળું ફળિયું, તા.વસો નો મળી આવ્યો હતો. બેનની પુછપરછ કરી ટ્રકમાં તલાસી લેતા પોલીસ ને ટ્રક ની કેબીનની પાછળ લાકડાના પાટીયા મુકી બનાવેલ ગુપ્ત ખાનામાંથી 214 પેટી વિદેશી દારૂ કુલ 2,568 બોટલ મળી આવી હતી. જેની કુલ કિંમત ગણતા રૂ.10.68 લાખ થાય છે.

તેમજ ગુનાના કામે વપરાયેલ ટ્રક કિ.રૂ.4 લાખ અને ટ્રેક્ટર, ટ્રોલી ક િ.રૂ.1.60 લાખ અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ સહિત કુલ રૂ. 16.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને કોવિડ-19 ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

દારૂ ક્યાંથી આવ્યો તે બાબતે રહસ્ય
ઘટના બાદ નડિયાદ ગ્રામ્ય પોલીસ દારૂ ક્યાંથી આવ્યો તે અંગે તપાસમાં લાગી છે. જેથી તપાસ અધિકારી સાથે વાત થઈ શકી નથી. પરંતુ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આણંદ ના સામરખા ખાતે રહેતા અનવર નામના ઇસમે અનિલને પીપલગ થી ટ્રક આપી થલેડી માલ ખાલી કરવા જણાવ્યું હતું. દરમિયાન પોલીસે દરોડો પાડી સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...