મારામારી:વણાકબોરીથી રાખ ભરી રાજસ્થાન જતા ટ્રેલર ચાલકને કઠલાલ નજીક ત્રણ શખ્સોએ માર માર્યો

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકને મારમાર્યા બાદ ટ્રેલરના કાચ તોડીને નુકસાન પહોચાડ્યું
  • ટ્રેલર ચાલકે સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લાના વણાકબોરીથી રાખ ભરી સિરોહી રાજસ્થાન જવા માટે નીકળેલ ટ્રેલર ચાલક પર કઠલાલ નજીક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. ટ્રેલરને કઠલાલ નજીકના હોટલ પાસે કારે આંતરી ટ્રેલરચાલકને માર માર્યો હતો. આટલું જ નહીં ટ્રેલરના કાચ તોડી હેડલાઈટ તોડી નુકસાન કરતા આ સમગ્ર મામલે ટ્રેલર ચાલકે કઠલાલ પોલીસ મથકે કારમા આવેલા ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના શીઓ તાલુકામા રહેતા ઈશાકખાન બક્ષાખાન મંગલીયા પોતે બાડમેર માં શિવારોડ કેરિયર ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવે છે. આ ટ્રાન્સપોર્ટની ગુજરાત ખાતેની ઓફિસ કચ્છ જિલ્લાના માધાપર ગામે આવેલ છે. ગત રોજ બપોરે ખેડા જિલ્લાના વણાકબોરીથી ટ્રેલર નંબર ( RJ 04 GB 5244)મા રાખ ભરી ચાલક ઈશાકખાન મંગલીયા રાજસ્થાનના શિરોહી ખાતે જઈ રહ્યા હતા.

ગતરોજ સાંજના આશરે સાતેક વાગે કઠલાલ થી અમદાવાદ તરફ જતા હોટલની પાસે પડતા ત્રણ રસ્તા ઉપર આ ટ્રેલર જઈ રહ્યું હતું. આ દરમિયાન ટ્રેલરની પાછળથી આવેલી કાર નંબર (GJ-07-DE-2562)એ ઉપરોક્ત ટ્રેલરને આંતરીને અટકાવ્યું હતું. કારમાંથી ચાલક સહિત અજાણ્યા ત્રણ ઈસમો ઉતરી ટ્રેલર ચાલક ઈશાકખાન મંગલીયા સાથે જપી કરવા લાગ્યા હતા અને આબાદ ટ્રેલર ચાલકને ગડદાપાટુનો મારમારી ગાળાગાળી કરી હતી.

આ અજાણ્યા શખ્સોએ લાકડાના ડંડા લઈ આવી ટ્રેલરના કેબિનનો કાચ તથા સાઈડ ગ્લાસ અને હેડ લાઈટના કાચ તોડી નાંખ્યા હતાં. અને ટ્રેલરચાલક ને જણાવ્યું હતું કે ફરીથી મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કારમાં આવેલા ત્રણ ઈસમો કાર લઇને પલાયન થઈ ગયા હતા.

આ સમગ્ર મામલે ટ્રેલર ચાલક ઈશાકખાન બક્ષાખાન મંગલીયા કઠલાલ પોલીસ મથકે ઉપલબ્ધ કારચાલક સહિત અજાણે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 323, 504, 506(2), 427, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...