અકસ્માત:કઠલાલ પાસે રોંગ સાઈડે આ‌વતા ટ્રેક્ટરે કારને ટક્કર મારી, 1ને ઇજા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંક હોવા છતાં ટ્રેક્ટર ચાલકે ‘સ્થાનિક છું, જીવતો નહીં જવા દઉં’ તેમ કહી ગાડી ચાલકને ધમકી આપતા ફરિયાદ

અમદાવાદના ન્યુ મણીનગરમાં રહેતો કમલેશભાઈ ભાભોરનો પરીવાર ગઈકાલે અમદાવાદથી નીકળી પોતાના મૂળ વતન ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે જવા નીકળ્યો હતો. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બોડકદેવ સ્થિત ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ ભાભોર ગાડીમાં પત્નિ અને બે બાળકો પણ હતા. ઝાલોદ તરફ જતા સમયે કઠલાલ ટોલ ટેક્ષ પસાર કરી કઠલાલ તરફ આવતા રોયલ હોટલની આગળ જતા રોંગ સાઈડથી આવતા ટ્રેક્ટર નં. જી.જે. 07, બી.આર. 1581ના ચાલકે અચાનક ટ્રેઈલર સાથેનું ટ્રેક્ટર રોડ પર લાવી દીધુ હતુ. કમલેશભાઈએ ગાડીને ખૂબ જ બ્રેક મારવા છતાં ગાડી ટ્રેક્ટરના ટ્રેઈલ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં કમલેશભાઈના દિકરાને માથાના ભાગે ઈજા થઈ હતી. તેમજ ગાડીને પણ નુકશાન થયુ હતુ. જે બાબતે કમલેશભાઈએ નીચે ઉતરી ટ્રેક્ટરના ચાલકને ઠપકો આપ્યો હતો. આ સમયે ટ્રેક્ટર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ગંદી ગાળો બોલી અમે અહીંયાના સ્થાનીક માણસો છે, જેથી તુ કંઈ પણ બોલ્યા વગર જતો રહે, નહીં તો તને જીવતો જવા દઈશુ નહી, તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કમલેશભાઈએ પોલીસને ફોન કરતા ટ્રેક્ટર ચાલક ભાગી ગયો હતો. જેથી કમલેશભાઈએ ઉપરોક્ત ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ કઠલાલ મથકે અકસ્માત અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...