કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં જાન્યુઆરીના 8 દિવસમાં કુલ 448 કોરોના કેસ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડા જિલ્લામાં જાન્યુઆરીના 8 દિવસમાં કુલ 448 કોરોના કેસ

ખેડા જિલ્લામાં વિતેલા 8 દિવસ દરમિયાન કોરોનાના 448 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે વર્ષના પ્રારંભથી જ કોરોનાએ ઉછાળો માર્યો હતો, જે દરમિયાન 7 જાન્યુઆરીના રોજ સૌથી વધુ 106 કેસ નોંધાયા હતા. જોકે સારી બાબત એ રહી કે આજે એટલે કે શનિવારના રોજ પોઝિટિવ કેસનો આંક ઘટીને 59 પર પહોંચી ગયો હતો. જોકે આ ઘટાડા પાછળ લોકોની તકેદારી જવાબદાર હોવાનું આરોગ્ય વિભાગ માની રહ્યું છે.

ખેડા જિલ્લામાં દરરોજ વધી રહેલા કોરોના કેસોને પગલે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ 270 એક્ટિવ કેસ સારવાર હેછળ છે. જોકે રસીકરણ ને પગલે સ્થિતિ ગંભીર બની નથી અને સારી બાબત એ છે કે સૌથી વધુ દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે. જાન્યુઆરીના 8 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 225 દર્દીને સારું થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવાયો છે.

મહત્વની વાત છેકે જિલ્લામાં તા.4 થી 7 દરમિયાન પોઝિટિવ કેસ વધવાની સાથે સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો. આ ચાર દિવસમાં 151 જેટલા દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...