તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ખેડા જિલ્લામા કુલ 42,696 જેટલા નાગરિકોને કોરોનો વેક્સિન અપાઇ, સૌથી વધુ નડિયાદ તાલુકામાં

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 જુન સુધીમાં ગળતેશ્વર તાલુકામાં કુલ 1667 લોકોને, કપડવંજ તાલુકામાં કુલ- 4632 લોકોને રસી અપાઈ

સમગ્ર રાજયમાં વિના મૂલ્‍યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહયાં છે. ત્‍યારે રાજયનાં તમામ જિલ્‍લાઓમાં વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્‍યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું છે. 4 જુનથી 18 થી 44 વર્ષના લોકોને મફત રસીકરણ અભિયાન જિલ્લામાં શરુ થયું છે.

18થી 44 વર્ષની વયના નાગરિકોને રસીકરણ આપવાનો કાર્યક્રમ ચાલી રહયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્‍લામાં શરુ થયેલા આ કોરોના રસીકરણના તબકકામાં 14 જુન સુધીમાં ગળતેશ્વર તાલુકામાં કુલ 1667 લોકોને, કપડવંજ તાલુકામાં કુલ- 4632 લોકોને, કઠલાલ તાલુકામાં કુલ 2144 લોકોને, ખેડા તાલુકામાં કુલ 3254 લોકોને, મહુધા તાલુકામાં કુલ-1807 લોકોને, માતર તાલુકામાં કુલ 1751 લોકોને રસી અપાઇ, મહેમદાવાદ તાલુકામાં કુલ-3593 લોકોને, નડીયાદ તાલુકામાં કુલ- 18821 લોકોને, ઠાસરા તાલુકામાં કુલ-3178 લોકોને, વસો તાલુકામાં કુલ-1849 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.

ખેડા જિલ્લામા 18 થી 44 વર્ષની વયજૂથના પ્રજાજનોને પ્રથમ ડોઝ રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ- 42696 લોકોને રસી આપવામાં આવી છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ જાહેર જનતાને કોરોના વેક્સિન લેવા અપીલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...