દુર્ઘટના:બિલોદરા નજીક તળાવમાં કરંટ ઉતરતા કિશોરનું મોત, ડીપીનો વાયર તૂટીને તળાવમાં પડ્યો

નડિયાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક - Divya Bhaskar
મૃતક

નડિયાદ ના બિલોદરા પાસે આવેલ મોટી ઘાંચી તલાવડીમાં વીજ કરંટ થી એક કિશોર અને ગાયનું મૃત્યુ થઈ ગયું છે. સ્થાનિક હિરાભાઈ ભરવાડે ના જણાવ્યા મુજબ આજે સાંજના સમયે ગાયોનું એક ઝુંડ પાણી પીવા માટે તળાવ પર આવ્યું હતું. જેમાંથી એક ગાય તળાવમાં ઉતરતા જ તેને કરંટ લાગતા તરફડીયા મારી મૃત્યુ પામી હતી. ગાય ને તરફડીયા મારતી જોઈ મહેશભાઈ રત્નાભાઇ ભરવાડ નામનો કિશોર બચાવવા દોડી આવ્યો હતો. પરંતુ કરંટ ચાલુ હોઈ કિશોરનું પણ ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

હિરભાઈના જણાવ્યા મુજબ તલાવડીની પાસે જ એક વીજ ડીપી આવેલ છે, જેનું યોગ્ય મેન્ટેનન્સ ન થતુ હોય ડીપીનો વાયર તૂટીને તળાવમાં પડ્યો હતો. જેના કારણે સમગ્ર ઘટના બની છે. જોકે ઘટનાની જાણ થતા જ વીજ તંત્રના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને વીજ ડીપીનો કરંટ બંધ કર્યો હતો. સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે તળાવની આસપાસ જાડી જાખરા ઉભા થઈ ગયા હોવાથી વીજ વિભાગના કર્મચારીઓ ડીપીની મરામત કરવા સ્થળ પર જતા નથી.

અન્ય સમાચારો પણ છે...