તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:ખેડા જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા યોજાશે

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણાંપંચની નવી ગાઈડ લાઈનનો કોંગ્રેસ કરશે વિરોધ
  • સભ્યોને હવે 2 લાખના બદલે મળશે 20 લાખની ગ્રાન્ટ

ખેડા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા સોમવારના રોજ બપોરે 1 વાગ્યે જિલ્લા પંચાયત ના સભા હોલ ખાતે યોજાનાર છે. અત્યાર સુધી જિલ્લા પંચાયતના સભ્યોને રૂ. 2 લાખ સુધીની ગ્રાન્ટ મળતી હતી, પરંતુ હવે 15 માં નાણાં પંચ માં તે વધારીને રૂ.20 લાખ સુધી કરવામાં આવી છે. જોકે સરકાર દ્વારા રજુ કરાયેલ નવી ગાઈડ લાઈન ના કેટલાક મુદ્દા થી કોંગ્રેસના અસંતુષ્ઠ છે.

જિલ્લા પંચાયત સભ્ય રાજેશ ઝાલા એ જણાવ્યું હતું કે નવી ગાઈડલાઈન મુજબ આ ગ્રાન્ટ માં ફક્ત રૂ.5 લાખથી ઉપરના કામો જ મંજુર કરવામાં આવશે. તેમાં પણ કોઇ એક ગામમાં જ પાસ થયેલ રકમ નું કામ કરી શકાશે. જેથી આવી અટપટી શરતોનું સામાન્ય સભામાં વિરોધ કરવાનું નક્કી કરાયું છે. બે ગ્રામ પંચાયતો વચ્ચે ગ્રાન્ટ ફાળવી શકાય નહીં તેવી સરતો હોવાથી જો 5 લાખ થી નીચેની કિમતના વિકાસના કામો હોય તો તે ક્યાં રજુ કરવાના તે પ્રશ્ન સભ્યોને સતાવી રહ્યો છે. 15 માં નાણાં પંચ માં સરકાર દ્વારા મુકવામાં આવેલી કેટલીક શરતોને કારણે ઘણા એવા ગામો છે, જ્યાં ઓછા ખર્ચે થનારા વિકાસના કામો થઈ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...