તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નડિયાદના થયેલ જૂથ અથડામણમાં 43 સામે રાયોટીંગનો ગુનો નોંધાયો

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગટર ઉભરાવા જેવી બાબતે થયેલી બોલાચાલીમાં બે જૂથ સામ-સામે આવ્યા હતા

નડિયાદના ખાટકીવાડમાં શુક્રવારે ગટર ઉભરાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. જેમાં મામલો વણસી જતાં સામસામે પથ્થરમારોની રમઝટ બોલી હતી. આ ધબાધબીમાં ડઝનેક વ્યક્તિને ઓછાવત્તા પ્રમાણમાં ઇજા થતાં દવાખાને ખસેડાયા હતા. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે બન્ને પક્ષના 43 શખસ સામે રાયોટીંગ સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

નડિયાદના મરીડા ભાગોળ, મહંમદી મસ્જિદ પાસે, ખાટકીવાડમાં રહેતાં સફવાનભાઇ શેરવા (વ્હોરા) (ઉવ.30)એ નડિયાદ પોલીસમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ ખાટકીવાડના માણસો ગટરમાં ગંદો કચરો નાખતા હોઇ અને ગટર ઉભરાતી હોઇ જે બાબતે ફરિયાદીના કાકા સલીમભાઇ શેરવાએ એ જ વિસ્તારના સઇદ શેખ ખાટકીને કહેવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ મારઝુડ કરી હતી. જેથી ફરિયાદીના મોટાભાઇ સહિતના છોડવવા જતાં સામા પક્ષના મુનીર શેખ, અરશદ શેખ, ગુલામહુસેન શેખ, મોઇન શેખ, ઇકરામ શેખ, સત્તાર કરીમભાઇ શેખ સહિત 18 શખસોએ એકસંપ કરી લાકડી, લોખંડની પાઇપ, હોકીસ્ટીક, છરો વગેરે જીવલેણ હથિયારો વડે હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ શખસો નાસી છૂટ્યા હતા.

જ્યારે સામાપક્ષના અબ્દુલસમર શેખે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી કે, ખાટકીવાડમાં વારંવાર ગટરનું પાણી ઉભરાતું હોય છે. જે બાબતે ફરિયાદી તથા નજીકના માણસોએ પાલિકામાં અરજી આપી હતી. ફરિયાદી શુક્રવારે બપોરે નમાઝ પડવા મલારપુરા જઇ પરત આવ્યા હતા. ત્યારે ગટર ઉભરાયેલી હોઇ નજીકમાં રહેતાં વ્હોરા સમાજના લોકોએ ઘર આગળ પાણી રોડ પર કેમ આવે છે ? તમે શું ધ્યાન રાખો છો ? તેમ કહી ઝઘડો કર્યો હતો. આ અંગે પોલીસે સોહેલ ઉર્ફે સીધો, રફીક હલવાવાલા, આરીફ તિજોરીવાલા, ઇસ્માઇલ અનાજવાલા, રઝાક લોટીયા સહિતના 25 શખસ વિરૂધ્ધ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બન્ને પક્ષના 43 શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો