ઝઘડો:અહીંયા રેતી કેમ નાંખી છે તેમ કહીં માલાવાડામાં ઝઘડો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વ્યક્તિઓએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી

માતર તાલુકાના માલાવાડા ગામે રેતી ઉતારવા જેવી સામાન્ય બાબતે એક જ પરિવારના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. વાત એટલી તો વણસી કે બોલાચાલીમાંથી મારા મારી અને ત્યારબાદ સમગ્ર બાબત પોલીસ મથક સુધી પહોંચી જતા 5 ઇસમો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

માતરના માલાવાડામાં રહેતા સંજયભાઈ રોહિત ગત તા.15 એપ્રિલના રોજ તેમના ઘરે હાજર હતા.તે સમયે ઘરની બાજુમાં કાકી ઝવરબેનનુ તેમનું મકાન બનતું હોવાથી ચોકમાં રેતી પડી હતી.તે સમયે વિમલભાઇ, જીગ્નેશભાઇ, રતિલાલ, કમલેશભાઇ, ગોવિંદભાઇ આવી કાકી ઝવરબેનને ગાળો બોલીને કહેલ કે અહીંયા કેમ રેતી નાખી છે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.તે સમયે સંજયભાઇ છોડાવવા વચ્ચે પડતા કહેલ કે તુ અહીયા કેમ આવ્યો છુ તેમ કહી મારમારી ગડદાપાટુનો મારમાર્યો હતો.

એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સંજયભાઇ પ્રભુદાસ રોહિતે લીંબાસી પોલીસ મથકે વિમલભાઇ રતિલાલ રોહિત, જીગ્નેશભાઈ શનાભાઇ રોહિત, રતિલાલ ગોવિંદભાઇ રોહિત અને કમલેશભાઇ શનાભાઇ રોહિત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે લીંબાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...