ઠાસરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વખતે ખડગોધરા હાઇવે પરથી રોડની સાઇડ પર ઊભેલી આઇસર ટ્રક નજરે પડી હતી. જેથી પોલીસે આ ટ્રકની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો રુપિયા 7.05 લાખનો જથ્થો મળી આવ્યો હતો..પોલીસે દારુ તેમજ ટ્રક મળી કુલ રૂપિયા 14 લાખ 5 હજાર 600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઠાસરા પોલીસ ગઈ કાલે રાત્રે અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી પસાર થતી હતી. ત્યારે ખડગોધારા સીમમાં રોડની સાઈડમાં આઇસરની કેબિનમાં જોતાં કોઈ મળી આવ્યું ન હતું. જેથી પોલીસે ટ્રક પર ઢાંકેલી તાડપત્રી હટાવતાં વિદેશી દારૂની પેટીઓ ક્વાટર નંગ 7056નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થાની કિંમત રૂપિયા 7.05 લાખ તથા ટ્રક મળી કુલ 14 લાખ 5 હજાર 600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ઠાસરા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી ટ્રક નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, ટ્રકમાં બેઠેલા ચાલક તેમજ ડિનર પોલીસને જોઇને અંધારામાં ભાગી ગયો હોવાની શક્યતા સેવાઇ રહી છે. ટ્રક મધ્યપ્રદેશ પાર્સિંગની છે. આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે ખેડા જિલ્લાના કયા બુટલેગરે આ જથ્થો મંગાવ્યો છે તે દિશામાં તપાસ સાંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.