• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • A Quantity Of English Liquor Was Seized From Three Places In Kheda District In One Night, Totaling Rs. Detention Of 4 Foreign ISMOs With Quantity Of Liquor Of 12.57 Lakh

દારૂની હેરાફેરીનો પર્દાફાશ:ખેડા જિલ્લામાં એક જ રાતમાં ત્રણ સ્થળોએથી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો, કુલ રૂ. 12.57 લાખના દારૂના જથ્થા સાથે 4 પરપ્રાંતિય ઈસમોની અટકાયત

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાકોર પોલીસે વણોતી પાટીયા પાસેથી ટેન્કરમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો
  • કપડવંજ ગ્રામ્ય પોલીસે સુણદા પાસેની રેલીયા ચેક પોસ્ટ પાસેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપ્યો
  • LCB પોલીસે નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાંથી પીકઅપ ડાલુમાં લઈ જવાતા દારૂના જથ્થામાં બેની ધરપકડ કરી

ખેડા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની આગલી રાત્રે ખાનગી વાહનોની અંદર ઈંગ્લિશ દારૂ ભરી લઈ જવાતા બનાવોનો પર્દાફાશ કરાયો છે. એક જ રાતમાં ત્રણ જુદા જુદા બનાવોના પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ડાકોર પોલીસે વણોતી પાટીયા પાસેથી ટેન્કરમાં લઈ જવાતો 9.78 લાખના દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો છે. કપડવંજ ગ્રામ્ય પોલીસે સુણદા પાસેની રેલીયા ચેક પોસ્ટ પાસેથી કારમાં લઈ જવાતો 89,500ના દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપ્યો છે. જ્યારે LCB પોલીસે નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાંથી પીકઅપ ડાલુમાં લઈ જવાતા 1.90 લાખના દારૂના જથ્થામાં બેની ધરપકડ કરી છે. આમ ત્રણેય બનાવોમાં કુલ 12.57 લાખના ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડયો છે. તો વળી આ ત્રણેય બનાવોમાં ઉપરોક્ત દારૂના જથ્થો સહિત વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 22.26 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરાયો છે.

ડાકોર પોલીસે ગઈકાલે ગુરૂવારે રાત્રે વણોતી પાટીયા પાસેથી પસાર થતી ટેન્કર નં. (RJ 27 GB 0207)ને અટકાવ્યું હતું. ટેન્કર ચાલકનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ માધુપુરી મોહનપુરી ગોસ્વામી (રહે. બાસનીકલા, તા. માવલી, જિ. ઉદેપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. વધુમાં ટેન્કરમાં દારૂનો જથ્થો છુપાયો હોવાની જાણ પોલીસને થતાં પોલીસે ટેન્કરની તલાસી લીધી હતી.

દરમિયાન ટેન્કરનું ઢાંકણ ઊંચુ કરી જોતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. આથી પોલીસે પંચોને બોલાવી દારૂના જથ્થાને વાહનમાંથી બહાર કાઢ્યો હતો. આ બાદ ગણતરી કરવામાં આવતાં અલગ અલગ માર્કાની બોટલો તથા પેટીઓ મળી કુલ રૂપિયા 9 લાખ 78 હજારનો વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ચાલક પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા તેમજ ઉપરોક્ત દારૂનો જથ્થો સહિત ગુનામાં વપરાયેલ ટેન્કર મળી કુલ રૂપિયા 13 લાખ 32 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવ્યો અને ક્યાં ઠેકાણે લઈ જવાતો હતો તે દિશામાં ડાકોર પોલીસે તપાસ હાથ ધરી છે.

ત્યારે અન્ય બનાવમાં કપડવંજ ગ્રામ્ય પોલીસે ગઈકાલે ગુરૂવારે રાત્રે કપડવંજ-મોડાસા રોડ પરના સુણદા ગામની સીમમાં રેલીયા ચેક પોસ્ટ પાસેથી પસાર થતી રાજસ્થાન પાર્સિંગની કાર નં. (RJ 27 CC 3225)ને અટકાવી હતી. દરમિયાન કાર ચાલક નારૂલાલ ઉર્ફે નારાયણલાલ ચેનારામ ડાંગી(રહે. ઘાસા, તા. માવલી, જિ. ઉદેપુર, રાજસ્થાન)ને સાથે રાખી પોલીસે તપાસ કરતાં કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતાં રૂ. 89 હજાર 500ના ઈંગ્લિશ દારૂ સહિત કાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 3 લાખ 9 હજાર 100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ ઉપરાંત નડિયાદ LCB પોલીસે ગુતાલ પાસેથી પીછો કરેલ પીકઅપ ડાલુમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસના માણસો ગઈકાલે ગુરૂવારે રાત્રે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે આણંદ તરફથી એક નંબર વગરના પીકઅપ ડાલામાં ઈંગ્લિશ દારૂ લઈ જવાનો છે. તેથી પોલીસે નરસંડા ચોકડી પાસે વોચમાં ઊભા હતા. આ દરમિયાન શંકાસ્પદ પીકઅપ ડાલુ પસાર થતાં તેને અટકાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ વાહન ચાલકે વાહનને ભગાડી મૂક્યું હતું.

આથી પોલીસે આ વાહનનો પીછો કર્યો હતો. દરમિયાન ગુતાલ ગામની સીમમાંથી પોલીસે આ પીકઅપ ડાલુને અટકાવ્યું હતું. બાદમાં વાહનમાં સવાર બે લોકોના નામઠામ પૂછતાં તેઓએ પોતાના નામ હરેશ છેત્રાભાઈ ડાવર અને રાજુ ચમકીયા ડાવર (બંન્ને રહે. સાંઢવા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે પીકઅપ ડાલુની પાછળ સાઈડની નેટ ઊંચી કરી જોતાં વિપુલ પ્રમાણમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ગણતરી કરતાં અલગ અલગ માર્કાની બોટલો મળી કુલ રૂપિયા 1 લાખ 90 હજાર 200નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. સાથે સાથે મોબાઇલ તથા રોકડ રૂપિયા સહિત વાહન મળી કુલ રૂપિયા 4 લાખ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ પીકઅપ ડાલુ વાસુ ફૈડીયા નામનો ઈસમનું હોવાની માહિતી મળી છે અને આ દારૂનો જથ્થો વિરેન ફૈડીયાએ મધ્યપ્રદેશથી મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...