કાળઝાળ મોંઘવારીમાં સ્વરોજગારીનો મોટો પડકાર પ્રશ્ન છે. ત્યારે જેલના કેદીઓ સ્વરોજગારીના આશયથી આગળ આવે તે હેતુસર નડિયાદની જિલ્લા જેલમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમા સમાજ સુધારક તથા વિશ્લેષકો હાજર રહ્યા હતા.
ખેડા અને આણંદ જિલ્લા મુખ્ય જેલ ગણાતી નડિયાદની બિલોદરા જિલ્લા જેલ ખાતે તાજેતરમાં બી.એન્ડ બી. પોલીટેકનિક કોલેજ, વિદ્યાનગર,આણંદ અને ચરોતર,GKHET ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા જેલના પુરૂષ બંદીવાન અને સ્ત્રી બંદીવાનને સ્વરોજગારના ઉદ્દેશથી પ્લમ્બર વર્કસ, ઇલેક્ટ્રીશિયનની અને મહિલા માટે બ્યૂટી પાર્લરના તાલીમ પ્રોગ્રામ યોજવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો. કેદીઓ આ અંગે સ્વરોજગાર તરફ પ્રેરાય તે હેતુથી બંદીવાનનો ઉત્સાહમાં વધારો કરાયો હતો.
આ કાર્યક્રમમાં જેલના પુરૂષ અને સ્ત્રી બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા જેલ અધિક્ષક બી.કે.હાડા જેલર એ.જે.વાઘેલા, બી. એન્ડ બી. કોલેજના પ્રિન્સીપાલ મકવાણા, ચરોતર એજ્યુકેશન ટ્રસ્ટના તથા GKHET ફાઉન્ડેશના ચેરમેન અને અન્ય સહકર્મીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.