જાગૃતી કાર્યક્રમ:ખેડા જિલ્લામાં કોર-કિશોરીઓના સશક્તિકરણ અને બાળલગ્ન અટકાવવા માટે કાર્યક્રમ યોજાયો

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિસેફ - CRY INDIA, સમાજ સુરક્ષા વિભાગ બાળ સુરક્ષા એકમ દ્વારા આયોજન કરાયું

યુનિસેફ - CRY INDIA, સમાજ સુરક્ષા વિભાગ બાળ સુરક્ષા એકમ, નડિયાદના સંયુકત ઉપક્રમે બાળ લગ્ન અટકાવવા અને જિલ્લા સ્તરે BBBP-DCPCના અમલીકરણમાં 'જિલ્લા ટાસ્ક ફોર્સ સભ્યની ભૂમિકા અને જવાબદારી' વિષય પર વર્કશોપ યોજાયો હતો.

ગત રોજ જિલ્લા કક્ષાએ ગુજરાત યુનિસેફના સહયોગથી CN INDIA સંસ્થા સાથે સંયુક્ત ભાગીદારી કરી રાજ્યના 11 જિલ્લાઓમાં કોર-કિશોરીઓના સશક્તિકરણ અને બાળલગ્ન અટકાવવા માટે કાર્યક્રમ અમલીકરણ કરવામાં આવ્યો છે. જેમાં ખેડા જિલ્લો સામેલ છે. બાળ લગ્ન અટકાવવા અને જિલ્લા રતરે BBBP-DCPના અમલીકરણમાં જિલ્લા ટાસ્ક ફોર્સ રાજ્યોની ભૂમિકા અને જવાબદારી વિષય પર એક દિવસીય વર્કશોપ કલેકટર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો. આ સાથે આ કાર્યક્રમમાં ન્યાયાધીશ અને સચિવ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલતના રાહુલ ત્રિવેદી, ઇન્ચાર્જ પોલીસ વડા અર્પિતા પટેલ, સ્ટેટ પ્રોગ્રામ મેનેજર UNICEF-CRY INDIAના દિપલ સોલંકી , જાનકી જોષી વિશેષ સલાહકાર, UNICEF, ગુજરાત રાજય ગાંધીનગર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા વહીવટી તંત્રના અલગ અલગ અધિકારીઓ અને બાળ અધિકારી ક્ષેત્રે કામ કરતી સંસ્થાના વિશેષ કર્મશીલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તબક્કે કે.એલ.બચાણી કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લાની અંદર બાળકની સુરક્ષા અને વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ખુબ સારી કામગીરી થઇ રહેલ છે. બાળકોના અધિકારોના અમલીકરણ માટે જયા પણ જિલ્લા વહીવટી તંત્રની જરૂર હોય ત્યા હંમેશા સહયોગ માટે કલેકટર કચેરીનો સંપર્ક કરવો.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના રાહુલ ત્રિવેદી જણાવ્યું હતું કે જિલ્લા અદાલત બાળકો તથા મહિલાઓ માટેની વિવિધ સેવાઓ જેવી કે ચાઇલ્ડ હેલ્પ લાઇન, મહિલા હેલ્પ લાઇન, સી વનસ્ટોપ સેન્ટરની સેવાઓનુ સમયાંતરે દેખરેખ અને નિરીક્ષણ કરીને જિલ્લામાં જે સેવાઓ વધુ સારી મળે તે માટે હંમેશા સંકલન કરે છે અને જિલ્લાનું તંત્ર પણ બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે ખુબ સારી કામગીરી થઇ રહી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 હેઠળ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા બાળલગ્ન અટકાવવા માટે કોનો સંપર્ક કરવો અને સમાજની આ જુની રૂઢી તથા પ્રથાઓ પરંપરાઓને સમાજમાં જાગૃતિ ફેલાવી કેમ દૂર કરી શકાય તે માટે જરૂરી સલાહ સૂચનો કરવામાં આવેલ તેમજ કાયદાની જોગવાઇઓ વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલે બાળ અધિકારો વિશે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સમજૂતી પત્રની જોગવાઇઓ અને ભારતીય બંધારણની અંદર બાળકોના અધિકારોની જોગવાઇઓ કરવામાં આવેલ છે. તે અન્વયે સરકાર દ્વારા બાળકોના અધિકારોના અમલીકરણ માટે થઇ રહેલ વિવિધ યોજનાઓ અને જોગવાઇઓ વિશેની વિસ્તૃત સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...