સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:નડિયાદમાં 16 વર્ષીય તરુણ ભોગ બનતા બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આજે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

નડિયાદમાં રહેતા એક 16 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. જેમાં શહેરમાં રહેતા જયકિશનલાલ લાલજાણી ઉર્ફે કાઉ અને કરણ કંસારા નામના બે વ્યક્તિઓએ આ કિશોર સાથે છેલ્લા લગભગ 8 માસથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતાં હોવાની ફરિયાદ ટાઉન પોલીસમાં નોંધાઈ જવા પામી છે.

વાત આટલેથી નહીં અટકતાં આ બન્ને લોકોએ અવારનવાર આવુ કૃત્ય આચરી કિશોરને આ અંગે જો કોઈને જાણ કરીશ તો તને સોશ્યલ મીડિયામાં બદનામ કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ અંગે કિશોરના વાલીએ નડિયાદ ટાઉન પોલીસમાં ઉપરોક્ત બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...