તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • A Police Complaint Has Been Registered Against 10 Persons, Including Two Talati Ministers, In Connection With A Rs 17 Lakh Scam In Mahunha's Chunel Village.

વાંસ પ્રોજેક્ટમાં કૌભાંડનો મામલો:મહુધાના ચુણેલ ગામમાં આચરાયેલા 17 લાખના કૌભાંડ મામલે બે તલાટી મંત્રી સહિત 10 વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહુધા તાલુકા પંચાયતના મદદનીશ ઈન્ચાર્જ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

આપણાં દેશમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. લાખો-કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેમાં સરકારી અધિકારીઓ સહિત મોટા માથાઓ સામેલ હોય છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો રાજકારણી નેતાઓની પણ સંડોવણી હોય છે. ખેડા જિલ્લાના મહુધા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં રહેલ ચુણેલ ગામનું વાંસ પ્રોજેક્ટ કૌભાંડ મામલે આજે પોલીસ ફરિયાદ થઈ છે. વાંસ કૌભાંડનું પોપડું બહાર આવતાં 10 સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવા મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે વર્ષ 2014થી 2016 દરમિયાન પંચાયતની ગૌચરની જમીનમાં વાંસ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. આ અંગે તાલુકા પંચાયતની કચેરીના પત્ર નં. 118, 16 જુન 2014થી આ કામની મંજૂરી મેળવવા જણાવવામાં આવ્યું હતું. જે બાદ જુલાઈ 2014માં ભાગ 1થી 9ની કુલ મળી રૂપિયા 43 લાખ 910ની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જે ઓગસ્ટમાં વાંસ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવેલ હતું. અને વર્ષ 2016ના સપ્ટેમ્બરની 10 તારીખે પૂર્ણ પણ કરી દેવાયું હતું. આ કામ અંતર્ગત લેબર ખર્ચની રકમ અને માલા સામાન ખર્ચની રકમ મળી 17 લાખ 63 હજાર 630નો એકઅંદરે ખર્ચ થયો હતો.

વર્ષ 2020માં અરજદાર કમલેશ ચૌહાણે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન અરજી કરતાં આ સમગ્ર વાંસ કૌભાંડ મામલો બહાર આવ્યો હતો. આ વાંસ પ્રોજેક્ટ કૌભાંડ મામલો બહાર આવતાં તે સમયના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસનો દોર શરૂ કરાયો હતો. સ્થળ તપાસણી કરી પંચાયતના રેકોર્ડ તપાસવામાં આવ્યા હતા.

જે દરમિયાન મનરેગા યોજનાના હોદ્દેદારો તથા પદાધિકારીઓ અને કર્મચારીઓ આ વાંસ પ્રોજેક્ટ કૌભાંડમાં ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપત આચરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસમાં કુલ રૂપિયા 17 લાખ 63 હજાર 630ની રકમની ઉચાપત આચરી હોવાનું ઘટસ્ફોટ થયો હતો. આથી આ અંગે તપાસનો દોર શરૂ થતાં 10 લોકોએ આ ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો હોવાનુ જણાવતાં ઉચ્ચ કક્ષાએથી આ કૌભાંડને ખુલ્લુ પાડવા પ્રયત્નો થયા હતા.

આ કૌભાંડ આચરનાર લોકોએ પ્રોજેક્ટ જ્યારથી શરૂ થયો ત્યારથી શ્રમિકોના ખોટા ખોટા ખાતા ખોલી, શ્રમિકોને અંધારામાં રાખી નાણાં ઉપાડી દસ્તાવેજોનો દુર ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પોતે સરકારી અધિકારીઓ હોવા છતાં ફરજમાં નિષ્કાળજી દાખવતાં નાણાંનો ખોટી રીતે આર્થિક લાભ મેળવવા માટે ઇરાદાપૂર્વક કાવતરું રચ્યું હોવાનો ખુલાસો થયો છે. ચુણેલ ગામના ગરીબ ગ્રામીણ શ્રમીકોને જે લાભ મળવો જોઈએ એ નહી આપી વાંસ પ્રોજેક્ટ અંતર્ગતના ઉપરોક્ત રકમ ચાઉ કરી દેતાં ચકચાર જાગી છે. આ અંગે મહુધા પોલીસે તાલુકા પંચાયતના મદદનીશ ઈન્ચાર્જ અધિકારી તેજશ ઉદેસિંહ ગઢવીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

કઈ કઈ કલમ હેઠળ ગુનો નોંધાયો?
આ ચકચારી વાંસ કૌભાંડ મામલે પોલીસે આઈપીસી 120 B, 409, 420, 465, 467, 468, 477 A મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જો પોલીસ અને વહીવટી તંત્ર નિષપક્ક્ષ તેમજ કોઈ દબાણમાં આવ્યા સિવાય આ કૌભાંડની તપાસ કરે તો હજુ પણ કેટલા પુરાવા મળે એમ છે. ઉપરાંત આવા કિસ્સાઓમાં જો સરકારી અધિકારીઓ જ આરોપીઓ હોય તો તેમને કડક સજા થાય તેવી માંગણી ઉઠી છે. અને આમ કરવાથી આવા કૌભાંડો પર રોક લાગશે.

કોની કોની સામે નોંધવામા આવી પોલીસ ફરિયાદ?
એમ. એમ. ચાવડા (તલાટી કમ મંત્રી-હાલ નિવૃત્ત, રહે. બામરોલી, તા.નડિયાદ)
આર. એ. વાઘેલા (હાલના તલાટી કમ મંત્રી, રહે. રામોલ, તા. વસો)
હસમુખ નાનાભાઈ પટેલ (પૂર્વ સરપંચ ચુણેલ, રહે. ચુણેલ, તા. મહુધા)
મહેશ મણીભાઈ મકવાણા (પૂર્વ GRS, રહે.ચુણેલ, તા. મહુધા)
ગણપતસિંહ રઈજીભાઇ (GRS, રહે. ખલાડી, તા. મહુધા)
વિજય પ્રભાતસિંહ ભોજાણી (ટેકનીકલ આસીસ્ટન્ટ, રહે. સરસવણી, તા. મહેમદાવાદ)
જીતેન્દ્ર રઘુનંદન ગોસાઈ (ટેકનીકલ આસીસ્ટન્ટ, રહે. હલધરવાસ, તા. મહેમદાવાદ)
તેજશ શાહ (અધિક મદદનીશ ઈજનેર, હાલ તાલુકા પંચાયત, રહે. મહેમદાવાદ)
પંકજ જે પ્રજાપતિ (APO, રહે. મહુધા)
વિક્રમસિંહ રાઓલજી (તત્કાલીન ડેપ્યુટી સરપંચ, ચુણેલ, રહે. ચુણેલ)

કૌભાંડમાં આરોપીઓની ભૂમિક
(1) તલાટી કમ મંત્રી (હાલ નિવૃત્ત) એચ.એમ.ચાવડાએ આ કૌભાંડમાં મનરેગા કામ હેઠળ ગેરરીતિ હોવાનું જાણવા છતાં મસ્ટરમાં સહીઓ કરી ગેરરિતીની ઉપરી અધિકારીને જાણ ન કરી સરકારના નાણાંનો લાભ મેળવી ગુનાહિત કાવતરું રચ્યું છે.

(2) હાલના તલાટી કમ મંત્રી રામોલ, વસોના આર.એ, વાઘેલા જે તે સમયે ફરજ પર આ ગામે હતા ત્યારે મનરેગા કામ હેઠળ ગેરરીતી હોવાનું જાણવા છતાં મસ્ટ૨માં સહીઓ કરી ગેરિતીની ઉપરી અધિકારીને જાણ ન કરી સરારકારના નાણાંનો લાભ મેળવવામાં આ કૌભાંડ આચર્યું છે.

(3) ચુણેલ ગામના પૂર્વ સરપંચ હસમુખ નાથા પટેલનાઓએ જે તે સમયે સરપંચના હોદ્દાની રૂએ પોલીસ કેસ કે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત ન કરી વાંસ પ્રોજેકટના મસ્ટરોમાં સહી કરી નાણાંનો લાભ મેળવવામાં સહભાગી થયેલ છે.

(4) માજી GRS (હાલ સરકારી નોકરીમાં નથી) મહેશ મણી મકવાણાએ વાંસ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત ન લઈ શ્રમિકોનો જોબકાર્ડ વેરીફીકેશન તથા સાચા શ્રમિકોની હાજરી ન લઇ સરકારના નાણાંનો લાભ લીધો છે.

(5) GRS (હાલ સરકારી નોકરીમાં નથી) એવા ગણપતસિંહ રયજીભાઈ એ વાંસ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત ન લઇ શ્રમિકોનો જોબકાર્ડ વેરીફીકેશન તથા સાચા શ્રમિકોની હાજરી ન લઇ સરકારના નાણાંનો લાભ મેળવવામાં સહભાગી થયેલ છે.

(6) ટેકનીકલ આસીસ્ટન્ટ (હાલ સરકારી નોકરીમાં નથી) એવા વિજકુમાર પ્રભાતસિંહ ભોજાણીએ સ્થળ ઉપર મુલાકાત ન લઈ પ્રોજેકટના પ્લાન એસ્ટીમેન્ટ મુજબની કાર્યવાહી ન કરી, મસ્ટરોની ચુકવણાં માટે એમ.બી, રેકર્ડ ચેક ન કરી સરકારના નાણાંનો લાભ મેળવી ગેરરીતિ આચરી છે.

(7) ટેકનીકલ આસીસ્ટન્ટ (હાલ તાલુકા પંચાયત, નડિયાદ)માં ફરજ બજાવતા જીતેન્દ્ર રઘુનંદન ગોસાઈ જે તે સમયે સ્થળ ઉપર મુલાકાત ન લઈ પ્રોજેકટના પ્લાન એસ્ટીમેન્ટ મુજબની કાર્યવાહી ન કરી, મસ્ટરોનાં ચુકવણાં માટે એમ. બી. રેકર્ડ ચેક ન કરી સરકારના નાણાંનો લાભ મેળવવામાં સહભાગી થયેલ છે.

(8) અધિક મદદનીશ ઈજનેર તેજશ શાહે જે તે સમયે મનરેગા વાંસ પ્રોજેક્ટમાં સ્થળ મુલાકાત ન લઇ માત્ર ટેલીફોનિક ખાત્રી દ્વારા જ સહીઓ ગેરરીતી આચરી છે.

(9) APO પંકજ જે.પ્રજાપતિએ સમગ્ર પ્રોજેકટ દરમ્યાન માત્ર બે જ વાર સ્થળ મુલાકાત લઇ શ્રમિકો ના જોબકાર્ડ વેરીફીકેશન તથા અન્ય કર્મચારી દ્વારા પણ વેરીફીકેશન ન કરાવી મનરેગાના કાર્યોની શરતો મુજબ કામ શરૂ કર્યા પહેલાનાં, કામ પ્રગતિમાં હોય ત્યારનાં, કામ પૂર્ણ કર્યા અંગેનાં ફોટો રજૂ કરવાના હોવા છતાં પ્રોજેકટના ચૂકવણાં માટે ફાઈલો તથા મસ્ટરો ફોટા વિના જ સ્થળ પરની સાચી સ્થિતિનો તાગ મેળવ્યા વિના જ ચૂકવણાં કરી ગેરરીતી આચરી છે.

તેમજ શ્રમીકોને અંધારામાં રાખી તપાસનાં જવાબ વાંચી, સાંભળ્યા વિના માહિતીના અભાવ અને ઓછી જાગૃતિનો લાભ લઈ તેઓની સહીઓ લેવામાં આવતી હતી. આ ઉપરાંત સ્થળ સ્થિતિ કે વિગતે તપાસ કરવામાં આવેલ નથી. આ તપાસનાં પંચકયાસ તથા શ્રમિકોના જવાબ કેવી રીતે લેવા બાબતનો નમુનારૂપ પંચયાસ તથા જવાબો પણ APO એ તૈયાર કરી વિક્રમસિંહ રાઓલજીને આપી વાંસ પ્રોજેક્ટમાં થયેલ ગેરરીતિને છુપાવવા માટે ખોટા અહેવાલ રજુ કર્યા હતા.

(10) ચુણેલ ગામના તત્કાલીન ડેપ્યુટી સરપંચ વિક્રમસિંહ રાઓલજીએ આ બાબતે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી કાજલબેન એન. આંબલીયાનાઓને તપાસ રીપોર્ટ વર્ષ 2020માં મોકલ્યો હતો. જેમાં અનુક્રમ નંબર (8) જવાબ નં.17માં પાન નંબર 16ના ફકરામાં જણાવેલ છે કે, આ વાંસ પ્રોજેક્ટ તપાસ દરમિયાન સામે આવેલ તમામ વિગતો, અભિપ્રાય, જવાબો, રેકર્ડ જોતા વિક્રમસિંહ રાઓલજીએ ફરીયાદીને તા.23-08-2021ના રોજ આપેલ ફરીયાદનુ સાધણ (પાન નંબર -2) દ્રારા ખોટા ખોટા ખાતા ખોલાવવા, શ્રમિકો તથા કર્મચારીઓને ગેરમાર્ગે દોરવા તથા શ્રમિકોને અંધારામાં રાખી નાણાં ઉપાડવા, દસ્તાવેજોનો દુરૂપયોગ કરવા અને તેઓના દ્વારા સરકારી નાણાંનો ખોટી રીતે આર્થીક લાભ મેળવવા માટે સુઆયોજિત ઇરાદાપૂર્વક કૃત્ય કરી ચુણેલ ગામનાં ગરીબ ગ્રામિણ શ્રમીકોને જે લાભ મળવો જોઈએ તે રોજગારથી વંચિત કરી ગેરરીતિ આચરેલ છે.

અન્ય સમાચારો પણ છે...