તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:70થી વધુ દંપતીઓ વચ્ચેના અણબનાવનો કાઉન્સિલીંગ થકી સુખદ ઉકેલ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સામાન્ય પ્રશ્નો, મોટું સ્વરૂપ લે તે પહેલાં લગ્ન સમયે ઇશ્વરની સાક્ષીએ આપેલાં વચન યાદ કરાવ્યા હતા

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન અનેક પરિવારમાં આંતરિક વિખવાદ ઉભો થયો હતો. આર્થિક અને સામાજિક બાબતોની સાથે સાથે પારિવારીક બાબતોમાં પણ મતભેદ અને મનભેદ વધવા લાગ્યા હતા. જોકે, ખ્રિસ્તી પરિવારોમાં ઉભા થયેલા અંતરને પાસ્ટર દ્વારા ખૂબજ પ્રેમથી સમજાવીને, તેનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો અને 70 થી વધુ પરિવારો વિખેરાતા રહી ગયા હતા. સમાજ કોઇપણ હોય, પતિ-પત્ની, પરિવારજનો વચ્ચે તકરાર-ખટરાગ થવો સામાન્ય વાત છે.

જોકે, લોકડાઉન સમયે અનેક એવા પરિવારો હતા, જેમાં મતભેદ અને મનભેદે ઉગ્ર સ્વરૂપ લઇને, લાગણીઓના સંબંધોમાં અંતર વધારી દીધું હતું. જે વાત મેથોડિસ્ટ ચર્ચના પાસ્ટરના ધ્યાન પર આવ્યા બાદ તેઓએ આ બાબતે ઇશ્વરના સેવક બનીને મધ્યસ્થી કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે આવા પરિવારોનો સંપર્ક કરીને તેમની સમસ્યાને જાણી હતી અને બાદમાં પતિ-પત્ની તેમજ તેમના પરિવારજનોને પણ સમજાવીને સમસ્યાનો સુખદ ઉકેલ લાવી આપ્યો હતો. આવા 70 થી વધુ દંપતિઓનું કોરોનાકાળમાં કાઉન્સિલીંગ કરીને, તેમના લગ્નજીવનને નવજીવન આપવામાં આવ્યું હતું.

કોરોના બાદ લોકડાઉનમાં મોટાભાગના પરિવારોમાં આર્થિક વિડંબણાઓ ઉભી થયા બાદ, તકરારો શરૂ થઇ હતી. આ ઉપરાંત 24 કલાક – 4 દિવાલની વચ્ચે રહેવાની પારિવારીક વિખવાદ પણ શરૂ થયા હતા. કેટલાક લોકોનો પગાર નિયમિત આવ્યો ન હતો, કેટલાકનો પગાર કપાઇ ગયો હતો, તો વળી કેટલાકની નોકરી જતી રહી હતી. જેને કારણે આર્થિક મુશ્કેલીઓને કારણે તકરારો વધવા લાગી હતી. આ ઉપરાંત નોકરી - ધંધાને કારણે એકબીજા સાથે ઓછો સમય પસાર કરતાં દંપતિ 24 કલાક સાથે રહેવા લાગતાં તણાવ વધ્યો હતો. ઘરમાં કામકાજ વધવા લાગ્યું હતું.

જેને કારણે ક્યાંકને ક્યાંક માનસિક તણાવ ઝઘડાનું સ્વરૂપ લેવા લાગ્યું હતું. વાત વધે અને અંતર વધે તે પહેલાં જ પાસ્ટર દ્વારા દંપતિઓનું કાઉન્સિલીંગ કરીને તેમને લગ્ન સમયે ઇશ્વરની સાક્ષીએ એકબીજાને આપેલા વચનો યાદ કરાવવામાં આવ્યા હતા. સુખમાં તો સાથે જ પણ દુ:ખમાં પણ એકબીજાનો પડછાયો બનીને રહેવાનો અંતે દંપતિઓએ નિર્ણય લઇને, લાગણીના સંબંધમાં આવેલા અંતરને વટાવીને, સુખદ લગ્નજીવન વિતાવવાની શરૂઆત કરી હતી.

લગ્નને 3 વર્ષ માંડ થયા હોય તેમના વચ્ચે વધુ અણબનાવ
સૌધી વધુ અણબનાવ લગ્નને ત્રણેક વર્ષ થયા હોય તેવા દંપતિ વચ્ચે જોવા મળ્યો હતો. આ ઉપરાંત 6 થી 7 વર્ષનો લગ્નગાળો હોય તેમના વચ્ચે પણ તકરાર હતી. જોકે, જેમના લગ્નને 10 વર્ષથી વધુનો સમય વિતી ગયો હોય તેમની વચ્ચે કોઇજ અણબનાવ કે તકરાર ન હતી.

ચાર જેટલી ઓનલાઇન સિટીંગ કર્યા બાદ પ્રશ્ન ઉકેલાય છે
લોકડાઉનમાં એકબીજાના ઘરે જઇને કાઉન્સિલીંગ કરવું શક્ય ન હોવાથી પાસ્ટર દ્વારા ટેલિફોનિક કાઉન્સિલીંગ કરવામાં આવતું હતું. જેમાં પતિ-પત્ની સાથે વાત કરવાની સાથે સાથે, જો મામલો પારિવારીક તકરારનો લાગે તો દીકરીના પરિવાર સાથે તેમજ દીકરાના પરિવાર સાથે પણ વાતચીત કરવામાં આવતી હતી, અને પ્રશ્નોને ઉકેલવામાં આવતાં હતા.

અણબનાવોમાં સૌથી વધુ આર્થિક પરિબળ જવાબદાર હોય છે
દંપતિઓ વચ્ચે ઉભા થયેલા અણબનાવમાં સૌથી વધુ આર્થિક કારણ જવાબદાર હતું. ઓછો પગાર કે નોકરી છૂટી જવાના કિસ્સામાં મામલો વધુ ગંભીર હતો. ઘર ચલાવવાની ચિંતાને કારણે પુરૂષોમાં તણાવ વધતાં, તેની સીધી અસર તેમના દાંપત્યજીવન અને પરિવાર પર પડતી હતી. આર્થિક મુશ્કેલી ઉભી થતાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો