• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Villagers Staged A Picket Outside The Collectorate Alleging That Bilu Bharwad, A Land Mafia From Bilodra, And His Accomplices Were Hiding From The Police.

ધરણાં:બીલોદરાના ભૂમાફિયા ભાનુ ભરવાડ અને તેના મળતીયા પોલીસ પક્કડથી દૂર રહેતા પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરી બહાર ગ્રામજનોએ ધરણાં યોજ્યા

નડિયાદએક વર્ષ પહેલા
  • નડિયાદ કલેક્ટર કચેરી બહાર દેખાવો કર્યા, ગ્રામજનોએ આપેલું અલ્ટીમેટમ પુરુ થતાં ગ્રામજનો આક્રમક મુડમાં
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે મામલો થાડે પાડી બાંહેધરી આપતાં ગ્રામજનોએ ધરણાંને આટોપી લીધા

ખેડા જિલ્લાના નડિયાદમાં હંમેશા ચર્ચામાં રહેલું નામ ભાનુ ભરવાડ અને તેના મળતીયા વિરુદ્ધ તાજેતરમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે બીલોદરા ગામના લોકોએ પોલીસને આ ભૂમાફિયાને પકડવા લાઈવ લોકેશન પણ આપ્યું પરંતુ પોલીસ આરોપીની ધરપકડ નહી કરતાં મામલો પેચીદો બન્યો છે. જેના કારણે ગ્રામજનો આજે સોમવારે આક્રમક મુડમાં કલેક્ટર કચેરી બહાર ધરણાં યોજ્યા છે. જોકે, ગ્રામ્ય પોલીસે બાહેંધરી આપતાં અંતે મામલો થાડે પડ્યો છે અને ધરણાંના કાર્યક્રમને સમેટી લેવાયા છે.

નડિયાદ તાલુકાના બીલોદરા ગામના કુખ્યાત ભૂમાફિયા એવા ભાનુ ભરવાડ અને તેના સાગરિત ચંદ્રકાંત શર્માના કરતૂતો પોલીસના ચોપડે નોંધાયેલી છે. ભાનુ ભરવાડ અને ચંદ્રકાંત શર્માએ બંને ખુન, મારા-મારી, અપહરણ, ખંડણી, ગેર કાયદેસર દબાણ જેવા અસામાજિક પ્રવૃત્તિઓ અને સમાજના રંજાડનારા એવા ગંભીર ગુનાઓના આરોપીઓ તરીકે પોતાની આગાવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં આ બન્ને આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નોંધાયો હતો.

7 ઓગસ્ટના રોજ નડિયાદના એસ.આર.પી. સામે કપડવંજ રોડ ઉપર આવેલા જલારામ મંદિરમાં ચંદ્રકાંત શર્મા ત્યાં હાજર હોય બીલોદરા ગામના લોકોએ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના અમલદાર વાઘેલાને જાણ કરી લાઈવ લોકેશન મોકલી આપ્યું હતું. તેમ છતાં નડિયાદ ગ્રામ્ય પોલીસે ભાગેડુ ભૂમાફિયાને પકડ્યો નહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આથી ગામના લોકોએ ગત શુક્રવારે 8 ઓક્ટોબરના રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને ઝડપી લેવા રજૂઆત કરી હતી. જેમાં જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ નહી કરવામાં આવે તો ગ્રામજનો અમર્યાદિત સમય સુધી કલેક્ટર કચેરી બહાર ધરણાં યોજશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

આજે આવેદનપત્ર પાઠવ્યાંના ત્રણ દિવસ વિતવા છતાં પોલીસ ભૂમાફિયા ભાનુ ભરવાડ અને તેના મળતીયાની ધરપકડ નહી કરતાં બીલોદરા ગામના ગ્રામજનો આક્રમક મુડમાં કલેક્ટર કચેરી બહાર ધરણાં પર્દશન પર બેસી ગયા હતા. વિવિધ પ્લેકાર્ડ સાથે ગ્રામજનો કચેરી બહાર ધરણાં યોજ્યા છે. ત્યારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગ્રામજનોને બાંહેધરી આપતાં જણાવ્યું હતું કે, અમે વહેલી તકે આરોપીને ઝડપી લઈશું તેથી આ ધરણાંને સમેટી લેવાયા છે.

ટુંક સમયમાં ધરપકડ થશે તેવી પોલીસે બાંહેધરી આપી છે
પોલીસ આરોપીની ધરપકડ ન કરતી હોવાથી ગ્રામજનો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જે બાદ હવે પોલીસે કહ્યું છેકે અમે જેમ બને તેમ ઝડપથી આરોપીની ધરપકડ કરી લઈશું. ગ્રામજનો પોલીસ પર વિશ્વાસ રાખે અને થોડો સમય આપે તેમ કહેતા અમે આંદોલન સમેટાયું છે.> સંદિપ પટેલ, ઉપ સરપંચ, બિલોદરા

ટોક ઓફ ધી ટાઉન બનેલો કેસ પોલીસ માટે ચેલેન્જ બન્યો
મહત્વની વાત છેકે ભાનુ ભરવાડ ની ધરપકડનો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. સ્થાનિકો દ્વારા અગાઉ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ત્યારબાદ આજે ધરણા અને પ્રદર્શન થયા. પોલીસે ભલે આરોપીઓની ધરપકડ ની બાંહેધરી આપી, પરંતુ પોલીસ આરોપીઓની ધરપકડ ક્યારે કરે છે તેવા પ્રશ્નો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...