તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રખીયાલમાં અંગત અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થતાં સમગ્ર મામલો ડાકોર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષે સામ-સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રખીયાલ ખેતરવાળા ફળિયામાં જલ્પેશભાઈ પટેલે ડાકોર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉના ઝઘડાની અદાવત રાખી હરિ સોલંકી, મફત સોલંકી, જયેશ પરમાર અને વિજય પરમાર તેમના ઘરે આવી પહોંચ્યા હતા. તેમણે અપશબ્દ બોલી જલ્પેશભાઈને ચારેય શખ્સોએ માર માર્યો હતો.
જેમાં જૈમિનભાઈ, સુમનબેન, રિન્કુબેન અને સોનલબેનને શરીરે વધત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી. તેમણે તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ આ જ બનાવ અંગે હરિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જલ્પેશકુમાર પટેલ અને જૈમિનભાઈ પટેલને સમજાવવા માટે તેઓ ગયા હતા. જ્યાં જલ્પેશભાઈએ ઉશ્કેરાઈને હરિભાઈના પરિવારજનોને માર માર્યો હતો. પોલીસે સામ-સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.