અકસ્માત:ખાત્રજ ચોકડી પર ટેમ્પોની હડફેટે રાહદારી મોતને ભેટ્યો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી ટેમ્પો ચાલક રફુચક્કર થઈ ગયો

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી નજીક લોડીંગ ટેમ્પોના ચાલકે રાહદારીને હડફેટે લેતાં ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતુ. આ અકસ્માત સર્જી અરેરી ગામના યુવાનનું મોત નીપજાવી ટેમ્પો લઇ ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદના અરેરી ગામે રહેતાં જીતેન્દ્રભાઇ રાવજીભાઇ ઠાકોર તથા રાજેન્દ્રભાઇ અંબાલાલ ઠાકોર (ઉવ.30) ગુરુવારે સવારે ખાત્રજ ચોકડી પાસે ચાલતાં જતાં હતા. ત્યારે ખાત્રજ સર્કલથી મહુધા તરફ જતાં લોડીંગ ટેમ્પોના ચાલકે તેની ગાડી પુરઝડપે ગફલતભરીરીતે ચલાવી રાહદારી જીતેન્દ્રભાઇ રાવજીભાઇ ઠાકોર તથા રાજેન્દ્રભાઇને ટક્કર મારી પછાડી દીધાં હતા. આ અકસ્માતમાં રાહદારી રાજેન્દ્રભાઇ ઠાકોર (ઉવ.30)ને માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચાડી તેનું મોત નીપજાવી ટેમ્પો લઇને પલાયન થઇ ગયો હતો. આ અંગે જીતેન્દ્રભાઇએ મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...