પર્યાવરણ સંરક્ષણ માટે શિક્ષકોને તાલીમ:કઠલાલમાં ડાયેટ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન, જિલ્લાના 10 તાલુકાના કુલ 50 જેટલા શિક્ષકોએ ભાગ લીધો

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ સંરક્ષણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા હવા-પાણી પ્રદૂષણ જેવા વિષય પર તાલીમ અપાઈ

ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત ડોક્ટર કલામ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખેડા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) કઠલાલ તથા ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા હવા પાણી પ્રદૂષણ જેવા વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના 10 તાલુકાના કુલ 50 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં સોલિડવેસ્ટ શું છે? કચરાનો નિકાલ કેવી રીતે કરવો? સિંગલ યુઝ પ્લાસ્ટીક અને તેના નિકાલની રીતો, પર્યાવરણનું જતન તથા હવા પાણી પ્રદૂષણ અટકાવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં ગીર ફાઉન્ડેશનના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોર્ડીનેટર મહેમુદ પરમાર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલના પ્રાચાર્ય મનુભાઈ પરમાર, ડોક્ટર કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખેડાના નિયામક કેશુભાઈ વાણીયા, નાયબ નિયામક રોહન વાણીયા, જિલ્લા કોઓર્ડિનેટર ભાવિકા મકવાણા તથા જગદીશ બારૈયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...