તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા તે મા.. બીજા બધાં વગડાના વા..:નડિયાદમાં 13 વર્ષીય પુત્રને કિડની આપી માતા બીજીવાર જીવન આપશે, રાજસ્થાની સારવાર માટે આવ્યા

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથી આવેલ એક માતા પોતાના 13 વર્ષીય દિકરાને પોતાની કિડની આપી તેને બીજી વાર જીવન આપશે. - Divya Bhaskar
રાજસ્થાનથી આવેલ એક માતા પોતાના 13 વર્ષીય દિકરાને પોતાની કિડની આપી તેને બીજી વાર જીવન આપશે.

કહેવાય છેકે ‘માં એ માં બીજા બધાં વગડાના વા’ જ્યારે સંતાન મુસિબતમાં હોય ત્યારે સૌથી વધુ હિમ્મત જો કોઇ દાખવે તો તે માજ હોય. આવીજ એક ઘટના નડિયાદની કિડની હોસ્પિટલમાં બનવા જઇ રહી છે. જ્યા એક માતા પોતાના 13 વર્ષીય દિકરાને પોતાની કિડની આપી તેને બીજી વાર જીવન આપશે.

ઓપરેશન પછી જ રાજસ્થાન જશે
રાજસ્થાનના નાગોર જિલ્લામાં ઇશ્વરરામ મેઘવાલ રહે છે. ઇશ્વરરામને સંતાનમાં 13 વર્ષીય દિકરો છે, જેને ફેબ્રુઆરી માસ દરમ્યાન તાવ આવતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જોકે તેની તબિયત સારી નહીં થતા અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ બગડી હતી. ડોક્ટરે તેઓને જણાવ્યુ હતું કે નરેન્દ્રની બંને કિડની નિષ્ફળ થઇ ગઇ છે. જેથી તેને નવી કિડની આપવી પડશે. રાજસ્થાનમાં મજૂરી ખેતી-કામ કરતા ઇશ્વરરામને જ્યારે આટલી મોટી ખબર મળી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ. જોકે ગમે તેમ કરી દિકરાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જરૂરી હોય ડોક્ટરની સલાહ મુજબ તેઓ નડિયાદ આવ્યા.

17 માર્ચના રોજ તેઓ 13 વર્ષીય દિકરા નરેન્દ્ર અને તેની માતા સાથે નડિયાદ આવી ગયા હતા. પરંતુ લોકડાઉન અને કોરોનાને કારણે હોસ્પિટલમાં પણ હાલ ઓપરેશન થઇ રહ્યા નથી. જુન માસમાં ઓપરેશન શરૂ થનાર છે. પરંતુ તે પહેલા માતાને રસીનો ડોઝ આપવો જરૂરી છે. પરંતુ રાજસ્થાનથી નડિયાદ આવેલ આ પરિવારને રસી પણ મળી રહી નથી. જેના કારણે પર પ્રાંતીય ગરીબ પરીવાર માટે એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે. જોકે માતા કેસરદેવીએ નક્કી કર્યું છેકે જ્યા સુધી તેમના દિકરાનું ઓપરેશન થશે નહીં ત્યાં સુધી તેઓ પરત રાજસ્થાન જશે નહી.

અન્ય સમાચારો પણ છે...