તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઉત્તરસંડા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક અકસ્માતમાં આધેડ ઇજાગ્રસ્ત

નડિયાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આધેડ માર્ગ પરથી ચાલતા પસાર થઇ રહ્યા હતા
 • અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નડિયાદના ઉત્તરસંડા નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા વાહનચાલકે અજાણ્યા આધેડને અડફેટે લેતાં તેમને શરીરે ગંભીર ઇજા થઇ હતી. આ મામલે ચકલાસી પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરસંડા નજીક ક્રિકેટ ગ્રાઉન્ડની સામે માર્ગ પરથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા અજાણ્યા વાહનના ચાલકે એક ભિક્ષુક જેવા શખ્સને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજા થઇ હતી.

અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોએ 108 ને જાણ કરતાં ટીમે ઘટનાસ્થળે દોડી જઇને ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે તેમને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે રસિકભાઇ ચમનભાઇ પટેલની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો