તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:દવાપુરામાં 75 વર્ષીય વૃદ્ધ હોસ્પિટલમાં અને બીજી રસી મુકયાનો મેસેજ આવ્યો

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામના અન્ય 2 વ્યક્તિઓને પણ વગર રસી મુકાવ્યે મૅસેજ આવ્યા

વેક્સિનેસન કાર્યક્રમ દરમ્યાન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં થતી ભુલોને કારણે રસી ન લીધી હોય તેવા લોકોને પણ રસી લીધાના એસએમએસ પહોચી રહ્યા છે. આજ પ્રકારનો કિસ્સો વૃદ્ધ ગામે બન્યો છે જ્યા 75 વર્ષીય વૃધ્ધ હોસ્પિટલમાં એડમિટ હોવા છતા તેઓને રસીનો બીજો ડોઝ મળ્યાનો મેસેજ આવ્યો હતો.

નડિયાદના દવાપુરા ગામે રહેતા ઉદેસિહ અભેસિહ સોલંકી ગત તા.28 મે ના રોજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દરમ્યાન તેઓના મોબાઇલ પર એસએમએસ આવ્યો હતો કે 28 મેના રોજ સવારે 10.52 કલાકે તેમને કોવેક્સિન રસીનો બીજો ડોઝ મુકાયો છે. ઉદેસિહ હોસ્પિટલમાં સારવર હેઠળ હોવા છતા આ પ્રકારનો મેસેજ આવતા પરિવારજનો પણ આશ્ચર્ય પામ્યા હતા. જોકે પરિવારજનોએ આ બાબતે કોઇને લેકીત કે મૌખીક ફરીયાદ કરી ન હતી.

બીજા ડોઝના રસીકરણનો મેસેજ આવ્યો
દવાપુરા ગામે રહેતા પરમાર સુરજબેન રઇજીભાઇ તેમજ ચૌહાણ ગોતાભાઇ મગનભાઇ રસીનો પ્રથમ ડોઝ લેવા ગયા તે સમયે ઉદેસિહ સાથે જ હતા. તેઓની પાસે મોબાઇલ ન હોવાથી ઉદેસિહના મોબાઇલ નબંરથી જ રજીસ્ટ્રેસન કરાવ્યું હતું. જેથી ઉદેસિહની સાથે સાથે આ બંને વ્યક્તિઓનું પણ બીજા ડોઝનું રસીકરણ થઇ ગયું હોવાના મેસેજ આવતા પરિવારમાં અચરજ ફેલાયું છે.

અન્ય સમાચારો પણ છે...