મેળાને લઈ બેઠક:ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ સર્કિટ હાઉસ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી

નડિયાદ5 મહિનો પહેલા
  • મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનો ભારે ઘસારો રહે છે
  • ડાકોરના વેપારીઓએ પૂનમના દિવસે પડતી હાલાકીને લઈ મૌખિક રજૂઆત કરી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બાર મહિનાની મોટી પૂનમ એટલે ફાગણી પૂનમના રોજ ભાવિક ભક્તોનો ડાકોરમા ભારે ઘસારો રહે છે. લાખોની સંખ્યામાં ઉમટતા પદયાત્રિકો માટેની વ્યવસ્થાના ભાગ રૂપે આજે ડાકોર સર્કીટ હાઉસ ખાતે કલેક્ટર અને ઈ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક મિટિંગનું આયોજન થયું હતું. જિલ્લામા 13 માર્ચથી 19 માર્ચ દરમિયાન ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં પુનમનો મેળો ભરાય છે.

જિલ્લાના તમામ અધિકારીઓ હજાર રહ્યા હતા. જે મિટિંગ બંધબારણે કરવામાં આવી હતી. મિટિંગ પૂર્ણ થયા બાદ ડાકોરના વેપારીઓએ આ પૂનમના દિવસે પડતી હાલાકીની મૌખિક રજૂઆત કરી હતી. આવનાર આ ફાગણી પૂનમ દરમિયાન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત નેત્રમ કન્ટ્રોલ દ્વારા છે. સીસીટીવી કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રાખવામાં આવશે. તેવું ઇ.જિલ્લા પોલીસ અધિક્ષક ખેડાએ જણાવ્યું હતું.

14 માર્ચથી ત્રણ દિવસ સુધી ડાકોર પોલીસ છાવણીમાં ફરવાશે તેવું પણ અધિકારી દ્વારા જાણવા મળ્યુ છે. આમ ડાકોરમા આવનારી મોટી હોળીની પુનમનુ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ જેતે રૂટ આ પુનમમા ગોઠવવામા આવ્યો છે તે જ ફિકસ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મંદિર પરીસર વીભાગને ઠેકાણે ઠેકાણે આડ બંધ લગાવવાની કામગિરી લાગતા વળગતા તંત્રને સોંપાઈ છે. નગરનાં વેપારીઓ તેમજ ગામ લોકો એ તેમના પોતાના અવર જવર માટે તેમજ સારો વેપાર કરી શકે તે માટે ખાસ સુચારૂ આયોજન કરવા માગણી કરી છે. લાખો પદયાત્રી માટે મહેમદાવાદ રાસ્કા સર્કલથી ડાકોર ગાયોના વાળા સુધી તમામ સુવિધાઓ પોહોચડવાની તૈયારીના ભાગ રૂપે આ મીટીંગમાં આખરી ઓપ અપાયો છે. પદયાત્રીઓને પાણી, લાઈટ અને દવાઓની સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા સમાહર્તાએ તમામ ડિપાર્ટમેન્ટને માર્ગદર્શન આપ્યું હતું.

ડાકોર શહેરના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કરાયા છે. 15‌ માર્ચથી 19 માર્ચ દરમિયાન ફાગણસુદ પૂનમ હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે ડાકોરમાં આવેલા શ્રી રણછોડરાયજી મંદિરે ધાર્મિક લોકમેળો યોજાનાર છે. આ મેળામાં ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થા તેમજ યાત્રાળુઓની સલામતી અને ટ્રાફીક જામ ન થાય અને વાહન અકસ્માતના બનાવ ન બને તે હેતુથી 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન ડાકોર શહેર વિસ્તારમાં કેટલાક માર્ગો ઉપર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

એ.જી.શાહ પેટ્રોલપંપથી મુખ્ય રોડ થઈ વૃંદાવન સોસાયટી તરફ જતો માર્ગ, ગુર્જરી ઓકટ્રોય નાકાથી ગણેશ સીનેમા થઈ મંદિર તરફ જતો માર્ગ, ટ્રાફીક સર્કલ, ત્રણ દરવાજાથી મંદિર તરફ જતો માર્ગ, ડોન બોસ્કો હાઈસ્કૂલથી નાની ભાગોળ થઈ મંદિર તરફ જતો માર્ગ, રણછોડપુરા પાટીયાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ, ગાયોના વાડાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ, વેલકમ પાટીયાથી મંદિર તરફ જતો માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. જોકે સરકારી વાહનો, ફાયર બિગ્રેડના વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહી.

જિલ્લામા 13 માર્ચથી 19 માર્ચ દરમિયાન ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર પુનમ મેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તેમજ વાહનો મારફતે દર્શનાર્થે આવતા હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સરળતા રહે તે હેતુથી સમગ્ર ખેડા જિલ્લામાં હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરયું છે.

અન્ય સમાચારો પણ છે...