કોંગ્રેસનું જન આક્રોશ સંમેલન:કઠલાલના દાદાના મુવાડા ગામે કોંગ્રેસનું જન આક્રોશ સંમેલન યોજાયું

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન બચાવોના નારા સાથે પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ પણ સામેલ થશે

કઠલાલના દાદાના મુવાડા ગામે કોંગ્રેસનું જન આક્રોશ સંમેલન યોજાશે. પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ શુક્રવારે દાદાના મુવાડા ગામે આવી પહોંચશે. જ્યાં જમીન બચાવો, ખેડૂત બચાવોના નારા સાથે ખેડૂત સંમેલનને સંબોધિત કરશે.

તાજેતરમાં દાદાના મુવાડા ગામની અનેક જમીનોનો બારોબાર દસ્તાવેજ થઈ ગયો હોવાની ચકચારીત વિગતો સામે આવી હતી. ગામની પંચાયત, શાળા સહિતના સરકારી એકમોનો પણ દસ્તાવેજ થઈ ગયો હોવાનું સામે આવતા ગ્રામજનો અને કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. ગામની 600 વિઘા જમીન વેચાઈ જતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આ‌વ્યુ હતુ.

ઘટનામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલાએ પણ પત્રકાર પરીષદ યોજી અને મામલે સત્તાપક્ષ જમીન વેચાણમાં શામેલ હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે આ મુદ્દે હવે કોંગ્રેસ દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવા આવતીકાલે દાદાના મુવાડા ગામે જન આક્રોશ આંદોલન કરવામાં આવશે. જેની આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આંદોલનના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...