તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નડિયાદ પીજ ચોકડીના બ્રીજના છેડે ટેન્કર પાછળ કાર અથડાતા કારમાં સવાર એક વ્યકિતનું મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ પશ્ચિમ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો

નડિયાદ પશ્ચિમમાંથી પસાર થતાં હાઈવે પર અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અહીંયા આવેલ પીજ ચોકડીનો બ્રીજ ઉતરતાં સર્વિસ રોડ પરથી હાઈવે તરફ આવતા ટેન્કર પાછળ કાર અથડાતા કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે રહેતા લાખાભાઈ સાજણભાઈ ગલ અને તેમનો દીકરો અલ્પેશ ગલ પોતાના સંબંધીની કાર લઈને ઉપલેટાથી વડોદરા જઈ રહ્યા હતા. અલ્પેશ જાતે ડ્રાઈવીંગ કરતો હતો. ગત 13મી ની મોડી રાત્રે તેઓ ખેડા-વડોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે નડિયાદના પીજ ચોકડીના બ્રીજના છેડે ઉતરતા તે સમયે બાજુના સર્વિસ રોડ પરથી એક ટેન્કર હાઈવે તરફ આવતા ઉપરોક્ત કાર ચાલક અલ્પેશ કાબુ ગુમાવ્યો અને આ ટેન્કર પાછળ ધડાકા ભેર પોતાની ગાડી અથડાવી દીધી હતી.

આ અકસ્માતમાં કારમાં બેઠેલા લાખાભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતાં આસપાસના લોકો દોડી આવી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘવાયેલા લાખાભાઈને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગતરોજ લાખાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અંગે અલ્પેશ ગલની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...