કાર્યવાહી:વિરપુરમાં બેફામ રીક્ષા ચલાવતો શખસ દંડાયો

વિરપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરપુર તાલુકાના સરાડીયા ગામનો રીક્ષા ચાલક ગફલતભરી રીતે રીક્ષા હંકારતા વિરપુર પોલીસે અટકાયત કરી છે. વિરપુર મુકેશ્વર ચોકડી પાસે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન રસ્તાની વિરુદ્ધ દિશામાં પીયાગો રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડે ચલાવી લાવી માણસોની જીંદગી જોખમાય તે રીતે હંકારી લાવતા પોલીસે ચાલક વિજય પુનમભાઈ ઠાકોરની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...