ચોર ઝડપાયો:નડિયાદ સીટીમાંથી વિવિધ પ્રકારની ચોરી આચરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ શહેરના મંદિર, ઘરફોડ અને વાહન ચોરી કરી હતી
  • ચોરીના બે એક્ટીવા, ચાંદીનો મુગટ, હાર સહિત 67 હજાર 900નો મુદ્દામાલ જપ્ત

નડિયાદમાં ચોરી, લૂંટ, ચેઈન સ્નેચિંગ જેવા ગંભીર પ્રકારના ગુનાઓનો વ્યાપ વધ્યો છે. તાજેતરમાં મંદિરે દર્શન કરવા આવેલ મહિલાના ગળામાંથી સોનાના મંગળસૂત્રની ચીલઝડપનો બનાવ બન્યો છે. જે બાદ હરકતમાં આવેલી પોલીસે આવા ગુનાઓ પર બ્રેક વાગે તે હેતુથી પેટ્રોલીંગ સધન બનાવ્યું છે. જે દરમિયાન નડિયાદ સીટીમાં વિવિધ પ્રકારની ચોરી આચરનાર શખ્સને ઝડપી લેવાયો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના બે એક્ટીવા, ચાંદીનો મુગટ, હાર સહિત 67 હજાર 900નો મુદ્દામાલ રીકવરી કરવામાં સફળતા મેળવી છે.

નડિયાદ ટાઉન પોલીસના માણસોએ શહેરના પેટલાદ ફાટક પાસેથી એક શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો. જેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ નિલેશ ઉર્ફે નીલીયો રંગીત તળપદા (રહે. ડભાણ, કમળા રોડ, નડિયાદ મુળ રહે. ચકલાસી ભાગોળ, કુમાર પેટ્રોલપંપ પાસે, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે તેની પાસેથી ચોરીના બે એક્ટીવા રીકવરી કર્યા છે. આ બન્ને વાહનો 20 એક દિવસ અગાઉ નડિયાદ શહેરમાંથી ઉઠાંતરી કરી હોવાનું કબુલતા કરી છે.

પોલીસે કડક કાર્યવાહી કરતાં નિલેશ ઉર્ફે નીલીયા પાસેથી એક સોનાના ગ્લેટ કરેલ ચાંદીનો મુગટ તથા હાર મળી આવ્યા હતા. જે પણ ચોરીના હોવાનું જણાવતાં આ મુગટ અને હારની ચોરી સુભાષનગર ખાતે આવેલ માતાજીના મંદિરમાંથી કરી હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે ઉપરોક્ત તમામ મુદ્દામાલ સહિત રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 67 હજાર 900નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...