તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • A Machine That Provides Oxygen To 20 Patients 24 Hours A Day Will Be Operational, One More Facility To The Public Through The Efforts Of MP And Chief Dandak.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં પ્રાણવાયુનો પ્રશ્ન ઉકેલાયો:20 દર્દીને 24 કલાક ઓક્સિજન પુરો પાડતું મશીન કાર્યરત કરાશે, સાંસદ અને મુખ્ય દંડકના પ્રયાસોથી પ્રજાને વધુ એક સુવિધા

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • નડિયાદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન મળ્યો

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે ઓક્સિજનની અછત ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. હરરોજ ક્યાંક ને ક્યાંક ઓક્સિજનની અછત ની બુમો પડતી હતી, પરંતુ તંત્ર જેમ તેમ કરી સ્થિતિ સંભાળી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં જિલ્લા સાંસદના એન.આર.આઇ મિત્રો દ્વારા ખેડા જિલ્લાને ઇમરજન્સીના સમયમાં એર ઓક્સિજન ઉત્પન્ન કરતું મશીન આપવામાં આવ્યું છે.

કોરોનાની આફત વચ્ચે દુનિયાના દેસો ભારતની મદદે આવી રહ્યા છે. ત્યારે વર્લડ હિંદુ કાઉન્સિલ ઓફ અમેરીકા, સીકાગો ચેપ્ટર દ્વારા આપાત સ્થિતિમાં એર ઓક્સિજન બનાવતુ મશીન આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માટે 3 જ્યારે નડિયાદને 1 મશીન આપવામાં આવ્યું છે. આ મશીન એક મિનિટમાં 120 લિટર એર ઓક્સિજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો આ મશીનને સતત ચાલુ રાખવામાં આવે તો આટલો ઓક્સિજન 20 વ્યક્તિઓ માટે 24 કલાક ઓક્સિજનની ખપત પુરી પાડે છે. મશીનને આજે જ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેને યુધ્ધના ધોરણે શરૂ કરી ઓક્સીજનનું ઉત્પાદન શરુ કરી દેવામાં આવસે.

આ પ્રસંગે સાંસદ દેવુસિહ ચૌહાણે વર્લડ હિંદુ કાઉન્સિલ ઓફ અમેરિકા દ્વારા જે મદદ ખેડા જિલ્લાને કરાઇ છે તેના માટે પ્રમુખ નીરવભાઇ, ડો.ઉમંગ પટેલ, પરાગીબેન પટેલ, અમિતાભભાઇ, નિમેષ ભાઇ જાની દરેકને તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાયું હતું કે સિવિલ હોસ્પિટલમાં આ મશીન આવવાથી હવે ઓક્સિજન નો પુરતો સ્ટોક મળી રહેશે.

સિવિલમાં અોક્સિજન સંગ્રહ ટેન્ક બનાવાશે
ઓક્સિજનની ખપતને પહોચી વળવા જિલ્લા તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સંગ્રહ ટેન્ક બાવવાનું નક્કી કરાયું છે. મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે આ ટેન્ક રૂ.50 લાખના ખર્ચે તૈયાર થનાર છે, જે માટે ડોનેસન ઉઘરાવવામાં આવશે. જે ડોનેસનથી સિવિલમાં લીક્વિડ ઓક્સિજન સંગ્રહ ટેન્ક બનાવવામાં આવશે. તેમજ સિવિલ ને શહેરમાં હરરોજ 500 રેમડેસિવર ઇન્જેક્સનનો સ્ટોકઆવી રહ્યો છે. જેમાંથી 200 ઇન્જેક્સન સિવિલ, એન.ડી.દેસાઇ અને મહાગુજરાત હોસ્પિટલના દર્દીઓને ફાળવવામાં આવે છે. જ્યારે 300 ઇન્જેક્સન ખાનગી હોસ્પિટલના દર્દીઓ માટે ફળવાય છે. આ સ્થિતિમાં ડોક્ટર પણ જરૂરીયાત હોય તેવા જ દર્દીઓને આ ઇન્જેક્સન આપે તેમ મુખ્ય દંડકે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો