આક્ષેપ:માછીયેલ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા કે કેમ તે અંગે 3 દિવસ પછી ફરી સુનાવણી થશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૌચાલયોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદ ઉઠતાં DDOએ નોટીસ ફટકારી ખુલાસાની તક આપી હતી

માછીયેલમાં શૌચાલયોના કામોમાં ભ્રષ્ટાચારની ફરીયાદો ઉઠી હતી. ડીડીઓ દ્વારા માછીયેલ સરપંચને નોટીસ ફટકારી ખુલાસો કરવાની તક આપી હતી. માછીયેલ સરપંચે આજે સુનાવણી દરમિયાન 3-4 દિવસની મહોલત માંગતા હવે ગુરુવારે વધુ સુનાવણી થાય તેવી શક્યતાઓ છે.

માછીયેલમાં શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ડીડીઓ દ્વારા સરપંચ લાલજીભાઈ સોઢા પરમારને નોટીસ ફટકારી હોદ્દા પરથી દુર કેમ ન કરવા? તેનો ખુલાસો માંગ્યો હતો. 7 ઑક્ટોબરે યોજાયેલી સુનાવણીમાં સરપંચ ગેરહાજર રહ્યા હોવાથી તેમને 9 ઑક્ટોકારણદર્શક નોટીસ આપી 18 ઑક્ટોબરે વધુ સુનાવણી માટે મુદ્દત અપાઈ હતી. આજે ડીડીઓ સ્થાને યોજાયેલી સુનાવણીમાં સરપંચ દ્વારા પોતાના ખુલાસા માટે વધુ સમયની માગ કરાઈ હતી. જેથી ડીડીઓ દ્વારા વધુ ત્રણેક દિવસનો સમય આપ્યો છે.

ત્યારે હવે માછીયેલ સરપંચનો વિરોધ પક્ષે ઉઠાવેલા ભ્રષ્ટાચારમાં મુદ્દામાં ભોગ લેવાશે કે કેમ? તે સવાલ ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે, જિ. પં.ની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા માછીયેલ ગામે ચકાસણી કરતા સાચા લાભાર્થીઓને શૌચાલય મળ્યા ન હોય અને માત્ર કાગળ પર બન્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરી વિરોધ પક્ષે જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. ગામમાં 46 શૌચાલય મંજુર કર્યા પરંતુ માત્ર 04 લાભાર્થીને લાભ આપી 42 શૌચાલયોના નાણાં ચાઉં થયા હોવાના આક્ષેપ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...