તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નડિયાદમાંથી16.34 લાખના ચોરીના દાગીના સાથે રીઢો ઘરફોડીયો પકડાયો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાંથી પાંચ દિવસ પહેલા જ દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત

નડિયાદ સ્થાનિક ગુના શોધક શાખાએ મંગળવારના રોજ વાહન ચેકીંગ દરમિયાન રોકેલી કારમાં તપાસ કરતાં 16.34 લાખના સોના - ચાંદીના દાગીના મળી આવ્યાં હતાં. આ અંગે પૂછપરછ કરતાં તેણે પાંચ દિવસ પહેલા અંજારથી ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે તેની અટકાયત કરી અંજાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

ખેડા સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. પટેલ સહિતની ટીમ મંગળવારના રોજ પીપલગ ચોકડી બ્રીજ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. દરમિયાન શંકાસ્પદ જણાતી કાર રોકી હતી. તેના ચાલકની પૂછપરછ કરતાં તે જયેશ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી સોના - ચાંદીના દાગીના મળી આવ્યાં હતાં. વધુ તપાસમાં કારમાંથી સોનાના દાગીના કિંમત રૂ.16,23,997 અને ચાંદીના દાગીના રૂ.18,515, રોકડા રૂ.15 હજાર મળી આવ્યાં હતાં. આથી, પોલીસે ઉલટ તપાસ માટે જયેશની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને આ દાગીના તેણે અંદાજરથી ચોરી કર્યાં હોવાની કબુલાત કરતાં પોલીસે તેની અટકાયત કરી 17.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજ્ય અને પરપ્રાંતની 75 ચોરીમાં સંડોવાયેલો છે
જયેશ ઉર્ફે રાજુ પેટલાદના ગોપાલપુરામાં રહે છે અને મુળ અમરેલીના લાઠીના હજીરાધારનો રહેવાસી છે. પ્રાથમિક પુછપરછમાં તે અમરેલીની 3, સુરત- 24, કચ્છ- 12, ભાવનગર-2, ખેડા નડિયાદ-2, આણંદની -2, અમદાવાદની -10, રાજકોટ- 11, વડોદરાની 10 તેમજ છત્તીસગઢના રાયપુરની 1 મળી કુલ 75થી વધુ ઘરફોડ ચોરીમાં પકડાયેલો હોવાનું ખુલ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો