તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાયરસ:ખેડામાં કોરોનાના વધુ 29 કેસ આંકડો ચાર હજારને પાર થયો

નડિયાદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો સામે પગલા લેવા ટીમ બનાવી

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે, તેમાંય નડિયાદ શહેરની સ્થિતિ વધુ નાજુક બની રહી છે. આ સ્થિતિમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરતાં તત્વો સામે પગલાં ભરવા તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે. તેમાં કન્ટેન્મેન્ટ ઝોન તથા મુખ્ય બજારમાં સતત નજર રાખવા સુચના આપવામાં આવી છે. આ સાથે રવિવારે પણ વધુ 29 કોરોના પોઝીટીવ કેસ બહાર આવ્યાં હતાં. આ સાથે કોરોનાનો આંક ચાર હજારને પાર કરી ગયો છે.

ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગે રવિવારે કોરોના કેસના જાહેર કરેલા 29 કેસમાં નડિયાદ શહેરના જ નવ કેસનો સમાવેશ થાય છે. ઉપરાંત મહેમદાવાદ, ગોઠાજ, ડાકોર, ઠાસરા, સેવાલીયા, માતરમાં કેસ જોવા મળ્યા હતા. આ સાથે કુલ આંક ચાર હજાર પાર કરી ગયો છે. હાલ જિલ્લામાં કુલ 4014 કોરોના દર્દી નોંધાયાં છે. આ ઉપરાંત શહેરના મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારમાં કોવિડના નિયમોના પાલનની જવાબદારી માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે. આ ત્રણેય ટીમને વિવિધ વિસ્તાર વહેંચવામાં આવ્યાં છે. આ ટીમોમાં પોલીસ ઉપરાંત રેવન્યુ તલાટી, પાલિકાના કર્મચારી, રેવન્યુ કર્મચારીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો