તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ખેડા જિલ્લામાં વધુ 21કોરોનાના પોઝિટીવ દર્દીઓ નોંધાયા, 255 દિવસમાં આંક 2900

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હાલમાં એક્ટિવ કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 181 છે - Divya Bhaskar
હાલમાં એક્ટિવ કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 181 છે
 • નડિયાદ14, કપડવંજ-મહેમાદાવાદ 2, કઠલાલ-ખેડા-ઠાસરામાં 1 પોઝિટીવ

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ થોડું ધીમું પડ્યું છે. જોકે, જિલ્લામાં પોઝિટીવ દર્દીઓનો કુલ આંક 255 દિવસમાં 2900 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી ચોપડે 16 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. રવિવારે જિલ્લાના વધુ 21 લોકો કોરોના સંક્રમણમાં સપડાયા હતા. જ્યારે બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

રવિવારે નડિયાદ શહેરના પવનચક્કી રોડ ઉપર આવેલા મારૂતિ નગરમાં રહેતા 68 વર્ષના વૃધ્ધ, જ્યોતિ સોસાયટીમાં રહેતા 56 વર્ષના આધેડ, ગુરૂદત્તાત્રેય સોસાયટીમાં રહેતા 56 વર્ષના મહિલા, પીજ રોડ ઉપર આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા 68 વર્ષના વૃધ્ધા, પેટલાદ રોડ પર આવેલા વસંત વિહારમાં રહેતાં 76 વર્ષના વૃધ્ધ, વૈશાલી રોડ ઉપર આવેલા સોનલ પાર્કમાં રહેતા 34 વર્ષના યુવક, મિશન રોડ પર આવેલી દયા નિવાસમાં રહેતા 53 વર્ષના મહિલા, જૂના ડુમરાલ રોડ ઉપર આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતા 31 વર્ષના યુવક, સંતઅન્ના ચોકડી બળિયાદેવ ફળિયામાં રહેતા 40 વર્ષના મહિલા, કિશન સમોસાના ખાંચામાં આવેલી જલવિહાર સોસાયટીમાં રહેતા 45 વર્ષના આધેડ અને 42 વર્ષના મહિલા,

પીજ રોડ ઉપર આવેલી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં 48 વર્ષના યુવકનો અને મોટી ખડકીમાં રહેતા 72 વર્ષના વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ તાલુકાના કનિજ ગામે જય અંબે સોસાયટીમાં રહેતા 55 વર્ષના આધેડ કોરોનાની ઝપેટમાં ચઢ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના કપડવંજ તાલુકામાં 2, મહેમદાવાદમાં બે તેમજ કઠલાલ, ખેડા અને ઠાસરામાં કોરોનાના એક-એક દર્દીઓ નોંધાયા હતા. જિલ્લામાં હાલમાં કુલ 98 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 40 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટથી 14 અને બાયપેપ સપોર્ટ પર 4 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કોરોનાની સારવાર લઇ રહેલા વધુ બે દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. હાલમાં એક્ટિવ કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 181 છે. રવિવારે વધુ 212 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જિલ્લાનો કુલ આંક 2900 પર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો