સેવાકાર્ય:સામાજિક સંગઠન દ્વારા પાંચ વર્ષની દિવ્યાંગ દીકરીના કાનનું સફળ ઓપરેશન કરાવાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંગઠન દ્વારા અત્યાર સુધીમાં 167 ઓપરેશન કરાવી જરૂરીયાતમંદ વ્યક્તિને મદદ કરાઇ

મહેમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક સેવામાં કાર્યરત વાવી સંગઠન જરૂરિયાતમંદોની વ્હારે આવી સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે. તાજેતરમાં મહેમદાવાદ તાલુકાના વિરોલ ગામમાં રહેતા એક પાંચ વર્ષની દિવ્યાંગ દિકરીનુ કાનનુ ઓપરેશન કરાવવા વ્હારે આવ્યું છે. સંગઠન દ્વારા અત્યાર સુધીમાં વિવિધ ઓપરેશન ની જવાબદારી નિભાવી 167 જેટલા સફળ ઓપરેશન કરાવ્યા છે. વિરોલ દિવ્યાંગ દિકરી નુ ઓપરેશન થતા તે હવે આગામી સમયમાં સાંભળી અને બોલી શકે તેવો વિશ્વાસ ડોક્ટર વ્યક્ત કર્યો છે.

મહેમદાવાદ તાલુકાના વિરોલના ઉમેદભાઇ ચૌહાણની દિકરી તન્વી જન્મથી જ સાંભળી કે બોલી શકતી ન હતી. આ અંગેની જાણ વાવી સંગઠનના સભ્ય આકાશ પટેલ થતા તેઓએ ગ્રુપના પ્રમુખ આકાશને કરતા સંગઠનના સભ્યોએ સમગ્ર હકીકતનો ચિતાર મેળવ્યો હતો. ત્યારબાદ ઓપરેશન માટે મહેમદાવાદ અર્બન હેલ્થ સેન્ટર માં સંદર્ભે કાળનુ ફોર્મ ભરી ખેડા હોસ્પિટલમાં અપ્રુવલ માટે, તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગર આરોગ્ય વિભાગમાં રૂબરૂ જઈ દીકરી ના ઓપરેશનની કાર્યવાહી કરી હતી. જ્યારે સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે પણ દીકરી ના ઓપરેશનમાં રસ દાખવી ભલામણ કરી હતી.

દીકરી ના ઓપરેશનની કાર્યવાહી કર્યા બાદ 3 મહિના પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દીકરી ના ઓપરેશન માટેની તારીખ આપી હતી. ત્યારે છેલ્લા 17 દિવસ અગાઉ દીકરીના કાનનુ સફળ ઓપરેશન કરવામાં આવતા સોમવારે હોસ્પિટલેથી દિકરી ને રજા અપાઇ છે. આમ સામાજિક સંગઠન વાવીના પ્રમુખ આકાશ સોની અને ગ્રુપના સભ્યો દ્વારા દિવ્યાંગ દીકરીના સફળ ઓપરેશન કરાવી સામાજીક જવાબદારી નિભાવી છે.

વાવી સામાજિક સંગઠન દ્વારા 167 ઓપરેશનમાં મદદ
છેલ્લા એક વર્ષમાં ગ્રુપ દ્વારા 14 અને અત્યાર સુધી ગ્રુપ દ્વારા 167 જેટલા ઓપરેશન માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરી છે. જેમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટ, કિડની ઓપરેશન, ઓર્થોપેડિક જેવા ઓપરેશનમાં જરૂરીયાતમંદ નાગરિકોની વહારે આવી મદદરૂપ થયા હોવાનું ઉમેર્યુ હતુ. > આકાશ સોની, પ્રમુખ વાવી ગ્રુપ મહેમદાવાદ

અન્ય સમાચારો પણ છે...