તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ:ખેડા કેમ્પ રોડ પર પૂર ઝડપે આવતા ડમ્પરે MGVCLના પાંચ થાંભલા તોડી નાંખ્યા

નડિયાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક સપ્તાહ પૂર્વે બનેલી ઘટનામાં આજે નુકસાન અંગેની ફરિયાદ નોંધાઈ

ખેડા કેમ્પ રોડ પર એક અઠવાડિયા પૂર્વે થયેલા અકસ્માતના બનાવમાં નુકસાન અંગેની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પૂર ઝડપે આવતા ડમ્પરે રોડીની બાજૂમાં આવેલા પાંચ જેટલા સિમેન્ટના વીજ થાંભલાઓને તોડી નાંખ્યા હતા. આ અંગે ખેડા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા કેમ્પ રોડ પર જેટકોનું સબ સ્ટેશન આવેલું છે. જ્યાં ગત 10મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જ્યાં ડમ્પર નં. જીજે 23 વાય 7061ના ચાલકે રોડની સાઈડમાં આવેલા આશરે પાંચ જેટલા સિમેન્ટના વીજ થાંભલાઓને તોડી પાડ્યા છે. આ ઘટના એક સપ્તાહ પૂર્વે બની છે જેમાં ખેડા ટાઉન પોલીસ મથકે આજે નુકસાન અંગેની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં કુલ કિંમત રૂપિયા 89,981નું નુકસાન થયા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો